ખૂબ જ ખાસ હશે ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું, આ ફિલ્મો અને વેબ સિરીઝ મચાવશે ધૂમ

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આ અવસર પર દર્શકોને મનોરંજનનો મહાડોઝ પણ મળે છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે કઈ કઈ ફિલ્મો અને સિરીઝ (Web Series) રિલીઝ થશે.

ખૂબ જ ખાસ હશે ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું, આ ફિલ્મો અને વેબ સિરીઝ મચાવશે ધૂમ
Akshay kumar
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 24, 2022 | 5:59 PM

દેશભરમાં આજે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઘરે ઘરે દીવાઓની રોશનીથી ચારેબાજુ પ્રકાશ ફેલાશે. આવામાં આ આનંદથી ભરેલા વાતાવરણની વચ્ચે લોકોને થોડું મનોરંજન પણ મળવું જોઈએ. તો ચાલો તમને જણાવી દઈએ કે આ તહેવારની સાથે આ અઠવાડિયું પણ વધુ ખાસ બનવાનું છે. ઓટીટી પ્લેટફોર્મ સિનેમા પ્રેમીઓ માટે કોઈ ગિફ્ટથી ઓછું નથી. થિયેટરોમાં પણ મચઅવેટેડ ફિલ્મો આવવા તૈયાર છે. દરેક વ્યક્તિ નવી-નવી વેબ સિરીઝ અને ઓટીટી (Ott Platform) ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. અહીં તમારા માટે કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝની (Web Series) લિસ્ટ લઈને આવ્યા છીએ, જે આવનારા દિવસોમાં ધૂમ મચાવવા તૈયાર છે.

રામ સેતુ

અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુ આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સિનેપ્રેમીઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડાયરેક્ટર અભિષેક શર્માની આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય જેકલીન ફર્નાન્ડીઝ અને સત્ય દેવ પણ જોવા મળશે.

થેંક ગોડ

અજય દેવગનની વિવાદિત ફિલ્મ ‘થેંક ગોડ’ પણ 25 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. દર્શકો આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે રકુલ પ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ક્રીન શેયર કરતા જોવા મળશે.

ગોવિંદા નામ મેરા

ફિલ્મ ગોવિંદા નામ મેરા 30 ઓક્ટોબરના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મમાં વિકી કૌશલ, કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં જોવા મળશે. વિકી કૌશલે આ ફિલ્મમાં ટાઈટેનિકનો રોલ કર્યો છે. ભૂમિ પેડનેકરે એક્ટરની પત્નીની ભૂમિકા ભજવી છે. કિયારા અડવાણીની વાત કરીએ તો તે વિકીની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે.

ચોર નિકલ કે ભાગા

યામી ગૌતમની ફિલ્મ ‘ચોર નિકલ કે ભાગા’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે. ફિલ્મમાં યામી ગૌતમ અને વિકી કૌશલનો ભાઈ અને એક્ટર સની કૌશલ લીડ રોલમાં જોવા મળશે.

ઈન્ડિયન પ્રિડેટર 3

ઈન્ડિયન પ્રિડેટરની ત્રીજી સિઝન મર્ડર ઈન અ કોર્ટ રૂમ પણ રિલીઝ થવા જઈ રહી છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર 28 ઓક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વેબ સિરીઝની પ્રથમ બે સીઝનમાં પણ ભયંકર હત્યારાઓની સ્ટોરી બતાવવામાં આવી હતી. હવે ત્રીજી સિઝનમાં આવા કિલર અને સિરિયલ રેપિસ્ટની સ્ટોરી છે.