Panchayat 5 OTT Release: ફુલેરાને કોની નજર લાગી? નહીં આવે પંચાયત સિઝન 5, મેકર્સનું એલાન

'પંચાયત' સિરીઝના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે! અત્યંત લોકપ્રિય 'પંચાયત સિઝન 5' આ વર્ષે OTT પર રિલીઝ થશે નહીં. મેકર્સે (પ્રાઇમ વિડિયો) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે પાંચમી સિઝન માટે હજુ રાહ જોવી પડશે.

Panchayat 5 OTT Release: ફુલેરાને કોની નજર લાગી? નહીં આવે પંચાયત સિઝન 5, મેકર્સનું એલાન
| Updated on: Nov 15, 2026 | 3:46 PM

OTT પ્લેટફોર્મ પર દર્શકોમાં સૌથી વધુ લોકપ્રિય બનેલી વેબ સિરીઝમાંની એક એટલે ‘પંચાયત’. આ સિરીઝની અત્યાર સુધીની ચારેય સીઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે હવે ચાહકો આતુરતાથી તેની પાંચમી સીઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે, પંચાયત સીઝન 5ની રિલીઝને લઈને સામે આવેલા નવા અપડેટે દર્શકોને નિરાશ કર્યા છે. નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે નવી સીઝન સ્ટ્રીમ થવાની નથી.

પંચાયત સીઝન 5 આ વર્ષે નહીં થાય રિલીઝ

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે ‘પંચાયત 5’ નવેમ્બર મહિનાના અંત સુધીમાં OTT પર રિલીઝ થઈ શકે છે. કેટલાક અહેવાલોમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે સિરીઝનું પોસ્ટ-પ્રોડક્શન કામ પણ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ રવિવારે પ્રાઇમ વીડિયો દ્વારા સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ ચર્ચાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી છે.

પોસ્ટમાં મજાકિયા અંદાજમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘તમને જણાવતા દુઃખ થાય છે કે પંચાયતની આગામી સીઝનનું નામ બનારસ છે.’ આ જાહેરાતમાં સિરીઝના અભિનેતા દુર્ગેશ કુમારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ ‘બનારસ’ના પાત્રથી ઓળખાય છે. આ સાથે એક નવું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું.

આ પોસ્ટ બાદ પંચાયતની પાંચમી સીઝનને લઈને ચાહકોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ પોસ્ટને સીઝન 5ની સત્તાવાર રિલીઝ તારીખ તરીકે જોવી યોગ્ય નથી. હાલ એટલું સ્પષ્ટ છે કે આ વર્ષે નવી સીઝન રિલીઝ થવાની નથી.

પંચાયત સીઝન 5માં શું જોવા મળી શકે છે?

પંચાયતની પાંચમી સીઝન માટે દર્શકોમાં ઉત્સુકતા હોવા પાછળનું સૌથી મોટું કારણ તેની ચોથી સીઝનનો અંત છે. સીઝન 4માં ફુલેરા ગામની રાજકીય હલચલ અને ચૂંટણીના પરિણામો બાદ અનેક નવા વળાંકો જોવા મળ્યા હતા.

બીજી તરફ, પ્રહલાદ ચાની રાજકીય સફર અને વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પણ વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત, ગામના સચિવ અભિષેક ત્રિપાઠી અને પૂર્વ પ્રધાનની દીકરી રિંકી વચ્ચેનો સંબંધ પણ હવે કઈ દિશામાં આગળ વધશે તે જોવાનું રસપ્રદ રહેશે.

નવી સીઝનમાં ફુલેરા ગામની રાજનીતિ, ગ્રામજનો વચ્ચેના સંબંધો અને અભિષેક-રિંકીની લવ સ્ટોરીને લઈને અનેક સવાલોના જવાબ મળવાની અપેક્ષા છે.

ચાહકોને હવે ક્યારે મળશે નવી સીઝન?

હાલમાં પંચાયત સીઝન 5ની ચોક્કસ OTT રિલીઝ તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી દર્શકોએ નવી સીઝન માટે હજુ રાહ જોવી પડશે. ફુલેરા ગામના નવા કિસ્સા, મજેદાર સંવાદો અને પાત્રોની રસપ્રદ કહાની ફરી ક્યારે જોવા મળશે તે અંગે હવે સૌની નજર નિર્માતાઓની આગામી જાહેરાત પર છે.

પૌત્રને પાછળ બેસાડીને દાદીએ ચલાવી ‘બુલેટ’! વાયરલ થયો વીડિયો

Follow Us
Loading...
Unable to load recommendations.