OTT Release November 2022 : આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે આ ફિલ્મો અને વેબ સિરીઝ

આ નવેમ્બરના પહેલા સપ્તાહમાં દર્શકોને ઘણી રસપ્રદ વેબ સિરીઝ (Web Series) અને ફિલ્મો જોવા મળશે. આ ફિલ્મોને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

OTT Release November 2022 : આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે આ ફિલ્મો અને વેબ સિરીઝ
nana patekar
Image Credit source: Zee5
| Edited By: | Updated on: Nov 04, 2022 | 11:00 PM

મનોરંજનની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મે નવી ક્રાંતિ લઈને આવી છે. ઓટીટીની આ રંગીન દુનિયામાં દર વીકએન્ડમાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થાય છે. આ અઠવાડિયે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં, 2 ફિલ્મ અને 5 વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. કોમેડીથી લઈને થ્રિલર એક્શન સુધી, તમને ઓટીટી પર તમામ પ્રકારના વિકલ્પો મળશે. અંગ્રેજી અને હિન્દી સિવાય, તમે તમારા મનપસંદ કન્ટેન્ટ અન્ય ભાષાઓમાં પણ જોઈ શકો છો. તો ચાલો આ અઠવાડિયે રિલીઝ થનારી વેબ સિરીઝ અને ફિલ્મો પર એક નજર કરીએ,

1. ફિલ્મ ‘તડકા’

ફિલ્મ તડકા જી5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થશે અને તે હિન્દી ફિલ્મ છે.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

2. મેનિફેસ્ટ સિઝન 4- વેબ સિરીઝ

મેનિફેસ્ટ સિઝન 4 એ અંગ્રેજી વેબ સિરીઝ છે. આ સીરિઝ નેટફ્લિક્સ પર પણ 4  નવેમ્બરે રિલીઝ થશે.

અહીં જુઓ વેબ સિરીઝનું ટ્રેલર

3. ધ ફેબ્યુલસ – વેબ સિરીઝ

વેબ સિરીઝ ધ ફેબ્યુલસ પણ  4 નવેમ્બરે 2022ના રોજ રિલીઝ થશે. અંગ્રેજી ભાષામાં રિલીઝ થનારી આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

અહીં જુઓ ‘ધ ફેબ્યુલસ’નું ટ્રેલર

4. લૂકિસમ – વેબ સિરીઝ

લૂકિસમ કોરિયન ભાષામાં રિલીઝ થનારી વેબ સિરીઝ છે. પરંતુ આ વેબ સિરીઝમાં અંગ્રેજી સબ-ટાઈટલ પણ આપવામાં આવ્યા છે.

અહીં જુઓ લૂકિસમનું ટ્રેલર

5. કૈયુમ કલાવમ – વેબ સિરીઝ

વેબ સિરીઝ ‘કૈયુમ કલાવમ’ સોની લિવ પર સ્ટ્રીમ થશે. 4 નવેમ્બરના રોજ સ્ટ્રીમિંગ થનારી આ સિરીઝ તમિલ, તેલુગુ તેમજ હિન્દીમાં જોઈ શકાશે.

અહીં જુઓ કૈયુમ કલાવમનું ટ્રેલર

6. રિટર્ન્સ – વેબ સિરીઝ

રિટર્ન્સ એક હિન્દી વેબ સિરીઝ પણ છે. આ વેબ સિરીઝ 4 નવેમ્બરે એમેક્સ પ્લેયર પર રિલીઝ થવા જઈ રહી છે.

7. ઓર્ગેઝમ ઈન્ક.: ધ સ્ટોરી ઓફ વન ટેસ્ટ

ઓર્ગેઝમ ઈન્ક.: ધ સ્ટોરી ઓફ વન ટેસ્ટ અંગ્રેજી ભાષાની ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

8. બ્રહ્માસ્ત્ર

આ ફિલ્મો સિવાય આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. બોક્સ ઓફિસ પર કમાણી કર્યા બાદ હવે આ ફિલ્મ ઓટીટી પર ધૂમ મચાવશે. આ ફિલ્મને જોવા માટે આલિયા અને રણબીરના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.

અહીં જુઓ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર