લોકડાઉનની ટ્રેજડી પર બનેલી ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, પ્રતિક બબ્બર સહિત આ સ્ટાર્સ મળશે જોવા

|

Nov 08, 2022 | 7:03 PM

કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયની લોકો પર કેવી અસર પડી તે દર્શાવતી ફિલ્મ ઈન્ડિયા લોકડાઉનનું (Lockdown India) ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

લોકડાઉનની ટ્રેજડી પર બનેલી ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, પ્રતિક બબ્બર સહિત આ સ્ટાર્સ મળશે જોવા
india lockdown

Follow us on

કોરોના વાયરસ મહામારીને ફેલાતી રોકવા માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન પર નિર્દેશક મધુર ભંડારકર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ઈન્ડિયા લોકડાઉન રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં લોકડાઉન બાદ દેશમાં લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બતાવવામાં આવશે. ફિલ્મનું ટીઝર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા લોકડાઉનનું ટીઝર રીલિઝ કરતી વખતે મધુર ભંડારકરે લખ્યું છે કે, “તમે આ ટ્રેજડી વિશે જાણો છો પરંતુ ઘણી અનટોલ્ડ સ્ટોરીઝ વિશે તમે કદાચ નહીં જાણતા હોવ.” ટીઝરની સાથે મધુર ભંડારકરે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 2 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રિલીઝ થશે.

ટીઝરમાં શું છે?

ટીઝરની શરૂઆત એક ન્યૂઝ એન્કરના અવાજની સાથે થાય છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી 21 દિવસ સુધી આખું ભારત બંધ રહેશે. આ સિવાય એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસના કારણે સોસાયટીની મેઈન એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવી હતી. ટીઝરમાં એ  દુર્ઘટના પણ દર્શાવવામાં આવી છે જેમાં લાખો લોકો મોટા શહેરોમાંથી ચાલતા પોતાના ઘરો તરફ જવા રવાના થયા હતા. પ્રતિક બબ્બર અને સઈ તમ્હાંકર ફિલ્મમાં કોઈપણ વાહન વગર ચાલતા પોતાના ગામ તરફ જતા જોવા મળે છે. ટીઝર જોયા પછી લોકડાઉનની ભયાનકતા તમારી આંખોની સામે ચોક્કસપણે આવશે.

ફિલ્મમાં જોવા મળશે આ સ્ટાર્સ

ફિલ્મ ઈન્ડિયા લોકડાઉન દ્વારા સમાજના દરેક વર્ગ પર પડેલી અસર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ટીઝરમાં ઘણા વર્ગોની તસવીરો સામે આવી છે. આ ફિલ્મમાં શ્વેતા બસુ પ્રસાદે મેહરુન્નિસાની ભૂમિકા, આહાના કુમરા એ મૂન એલવીઝની, પ્રતીક બબ્બરે માધવની, સઈ તમ્હાંકરે ફૂલમતી અને પ્રકાશ બેલાવાડીએ એમ નાગેશ્વર રાવ તરીકે ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 4 લોકોની અંગત વાતોની આસપાસ ફરતી જોવા મળશે.

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા 22 માર્ચ 2020ના રોજ કેન્દ્ર સરકારે  14 કલાકનો જનતા કર્ફ્યુ લાગુ કર્યો હતો. આ પછી, 25 માર્ચે, જાહેરાત કરવામાં આવી હતી કે 14 એપ્રિલ 2022 સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયની અસર એવી થઈ કે જે લોકો જ્યાં હતા તે ત્યાં જ ફસાઈ ગયાં. આ પછી એવી તસ્વીરો સામે આવી કે બધા હેરાન થઈ ગયા. ટ્રેન અને બસો બંધ હોવાને કારણે મજૂર વર્ગ ચાલતા પોતપોતાના ગામો જવા રવાના થયો હતો.

Next Article