સ્વરા ભાસ્કરથી લઈને દિલજીત દોસાંઝ સુધી, આ અઠવાડિયે આ સ્ટાર્સ આપશે મનોરંજનનો ભરપૂર ડોઝ

સપ્ટેમ્બરમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) અને થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મો દર્શકોનું ઘણું મનોરંજન કરશે. ઓવર ધ ટોપ એટલે કે ઓટીટી અને થિયેટરમાં સ્વરા ભાસ્કરથી લઈને ગૌહર ખાનનો એક નવો લૂક જોવા મળશે.

સ્વરા ભાસ્કરથી લઈને દિલજીત દોસાંઝ સુધી, આ અઠવાડિયે આ સ્ટાર્સ આપશે મનોરંજનનો ભરપૂર ડોઝ
Swara Bhaskar
| Edited By: | Updated on: Sep 11, 2022 | 6:04 PM

આજકાલ દરેક વ્યક્તિને પોતાના બિઝી અને સ્ટ્રેસફુલ શેડ્યુલ પછી મનોરંજનના ડોઝની જરૂર હોય છે. આ દિવસોમાં ઓટીટી પ્લેટફોર્મને આ માટે બેસ્ટ રીત માનવામાં આવે છે. હાલમાં ઓટીટી (Ott Platform) લોકોની પહેલી પસંદ બની ગયું છે. ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં થિયેટરો કરતાં ઓટીટી લોકોને વધુ મહત્વ આપે છે. આ એટલા માટે છે કારણ કે ઘરે બેસીને કોઈપણ મૂવી અથવા વેબ સિરીઝનો આરામથી આનંદ માણવાનો આ બેસ્ટ રીત છે. આવામાં હવે આ સપ્ટેમ્બર મહિનો નોન-સ્ટોપ નવી મૂવીઝ અને વેબ સિરીઝના (Web Series) સામગ્રીથી ભરેલો છે. તો ચાલો તમને જણાવીએ કે આ અઠવાડિયે ક્યા સ્ટાર્સ ઓટીટીથી લઈને થિયેટરોમાં પોતાની જોરદાર એક્ટિંગથી લોકોનું મનોરંજન કરવા જઈ રહ્યા છે.

ઓટટી પર રિલીઝ થયેલી મૂવીઝ અને સિરીઝ

શિક્ષા મંડલ

ભારતીય શિક્ષા પ્રણાલીના સૌથી મોટા કૌભાંડોમાંથી શિક્ષા મંડળ કૌભાંડ પર એક સિરીઝ બનાવવામાં આવી છે. જે એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. સત્ય ઘટના પર આધારિત આ સીરિઝ 15 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સિરીઝમાં ગૌહર ખાન પણ અલગ અંદાજમાં જોવા મળશે.

જોગી

હાલમાં જ એક્ટર અને સિંગર દિલજીત દોસાંજની ફિલ્મ જોગીનું ધમાકેદાર ટ્રેલર સામે આવ્યું છે. 1984ના રમખાણો પર આધારિત આ ફિલ્મ 16 સપ્ટેમ્બર 2022ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

દહન

ટિસ્કા ચોપરાની અપકમિંગ સીરિઝ દહન પણ દર્શકોનું ઘણું એન્ટરટેઈન કરશે. આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે.

થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મો

સિયા

પૂજા પાંડે અને વિનીત કુમારની ફિલ્મ સિયા પણ દર્શકોનું ખૂબ મનોરંજન કરશે. દ્રશ્યમ પ્લેજ તરફથી ડાયરેક્ટર મનીષ મુન્દ્રાની આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

જહાં ચાર યાર

સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની ફિલ્મ જહાં ચાર યાર મહિલાઓના જીવન પર બનેલી ફિલ્મ છે. કમલ પાંડેના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 16 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.