OTT Movies And Series: આ દિવાળી બનશે શાનદાર, તમને મળશે એન્ટરટેઈનમેન્ટનો મહાડોઝ

આ દિવાળી પર અક્ષયથી લઈને અજય દેવગન સુધીની ફિલ્મો તમારા માટે એન્ટરટેઈનમેન્ટનો ડોઝ લઈને આવી રહી છે. આ સાથે કોમેડી, સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મો અને સિરીઝ પણ ઓટીટી (Ott Platform) પર રિલીઝ થશે.

OTT Movies And Series: આ દિવાળી બનશે શાનદાર, તમને મળશે એન્ટરટેઈનમેન્ટનો મહાડોઝ
Four more shots
| Edited By: | Updated on: Oct 20, 2022 | 11:00 PM

સપ્ટેમ્બર મહિનો સિનેમાના પ્રેમીઓ માટે જબરદસ્ત રહ્યો છે. પરંતુ ઓકટોબરમાં આ અઠવાડિયે લોકોમાં એક તરફ દિવાળીની એક્સાઈટમેન્ટ છે તો બીજી તરફ તેની મનપસંદ ફિલ્મો જોવાની ખુશી પણ છે. હંમેશાની જેમ આ વખતે પણ નવી ધમાકેદાર વેબ સિરીઝ (Web Series) અને ફિલ્મો (Movies) તમારા માટે એન્ટરટેઈનમેન્ટનો મહાડોઝ લઈને આવી રહી છે. આવી પરિસ્થિતિમાં ચાલો જાણીએ કે તે કઈ ફિલ્મો અને સિરીઝો છે, જેને જોઈને તમે તમારા તહેવારને વધુ ખાસ બનાવી શકો છો. સસ્પેન્સ, થ્રિલર, કોમેડી અને ક્રાઈમથી ભરપૂર કેટલીક ફિલ્મો તમારું એન્ટરટેઈનમેન્ટ કરવા તૈયાર છે.

ફોર મોર શોટ્સ પ્લીઝ

યુવાનોની ફેવરિટ વેબ સિરીઝ ફોર મોર શોટ્સ ફરી એકવાર ત્રીજી સીઝન સાથે આવી રહી છે. તેની પહેલી બે સીઝનોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. ત્રીજી સીઝન 21 ઓક્ટોબરે સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.

રામ સેતુ

અક્ષય કુમારની રામ સેતુ આ અઠવાડિયે 25 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. જેને લઈને ફેન્સમાં ઘણું એક્સાઈટમેન્ટ જોવા મળે છે. અક્ષય સિવાય આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા પણ છે.

હેલો રિમેમ્બર મી

આ એક થ્રિલર વેબ સિરીઝ છે, જે આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે રિલીઝ થશે. આ સ્ટોરીમાં એક્ટ્રેસ ઈશા અને પાયલ સિવાય સૌરવ ચક્રવર્તીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

થેન્ક ગોડ

અક્ષય કુમારની ફિલ્મની સાથે અજય દેવગનની થેન્ક ગોડ પણ દસ્તક આપી રહી છે. બંને ફિલ્મોમાં જબરદસ્ત ક્લેશ જોવા મળી શકે છે. આ ફિલ્મમાં અજયની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે.

’20 સેન્ચ્યુરી ગર્લ’

હિન્દી ફિલ્મો સિવાય ઘણા લોકો કોરિયન ડ્રામાના પણ ફેન હોય છે. આવામાં K Drama લવર્સ ’20 સેન્ચ્યુરી ગર્લ’ જોઈ શકે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 21 ઓક્ટોબરે રિલીઝ થશે.