Citadel Trailer : પ્રિયંકા ચોપરાની એક્શન, રોમાન્સ અને સ્પાય-થ્રિલર, લાજવાબ છે રુસો બ્રધર્સની સિરીઝ

Priyanka Chopra Series Citadel : એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને રુસો બ્રધર્સ દ્વારા આગામી સિરીઝ સિટાડેલનું ટ્રેલર અદભૂત છે. પ્રિયંકા ચોપરાએ સ્પાય થ્રિલર અને પાવરફુલ એક્શન સિક્વન્સથી ભરેલા ટ્રેલરમાં ગ્લેમર ઉમેર્યું છે. એક્ટર સ્ટેનલી સાથે પ્રિયંકાની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

Citadel Trailer : પ્રિયંકા ચોપરાની એક્શન, રોમાન્સ અને સ્પાય-થ્રિલર, લાજવાબ છે રુસો બ્રધર્સની સિરીઝ
| Edited By: | Updated on: Mar 07, 2023 | 8:58 AM

ગ્લોબલ એક્ટ્રેસ બની ચૂકેલી પ્રિયંકા ચોપરાની આગામી સીરિઝ ‘સિટાડેલ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. એપિક સ્પાય-થ્રિલર વેબ સિરીઝ સિટાડેલ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આ સિરીઝમાં પ્રિયંકા ચોપરાની જોરદાર એક્ટિંગ તમને પ્રભાવિત કરશે. રુસો બ્રધર્સ દ્વારા છ એપિસોડમાં આ સિરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ બે એપિસોડ 28 એપ્રિલે સ્ટ્રીમ થશે. હોલીવુડ સિરીઝ ‘સિટાડેલ’ના બાકીના તમામ એપિસોડ 26 મેથી દર અઠવાડિયે રિલીઝ થશે.

આ પણ વાંચો : Wrap Up : પ્રિયંકા ચોપરાએ પૂરી કરી હોલીવૂડ સીરીઝ સિટાડેલનું શૂટિંગ, જાણો કયા રોલમાં જોવા મળશે

સિટાડેલનું ટ્રેલર જોરદાર છે

હોલિવૂડ વેબ સીરિઝ ‘સિટાડેલ’નું ટ્રેલર ઘણું જોરદાર છે. 2 મિનિટ 16 સેકન્ડના આ ટ્રેલરમાં તમને સંપૂર્ણ એક્શન અને સ્પાય થ્રિલ જોવા મળશે. પ્રિયંકાએ આ સિરીઝમાં ગ્લેમરમાં ગ્લેમરનો ઉમેરો કર્યો છે. આ સિરીઝમાં પ્રિયંકા ચોપરાએ ડિટેક્ટીવની ભૂમિકા ભજવી છે. પ્રિયંકા ચોપરા અને સ્ટેનલીની સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોનું દિલ જીતી રહી છે. પ્રિયંકા સિરીઝમાં ફની ટ્વિસ્ટ અને ટર્ન્સ લાવતી જોવા મળશે. પ્રિયંકાએ તેના ડાયલોગ્સનું ડબિંગ જાતે જ કર્યું છે.

સિટાડેલની સ્ટોરી શું છે?

આ સિરીઝમાં સિટાડેલની વાર્તા બતાવવામાં આવશે. જે આઠ વર્ષ પહેલા સંપૂર્ણપણે નાશ પામી હતી. તે એક સ્વતંત્ર વૈશ્વિક જાસૂસી એજન્સી હતી જે લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવી હતી, પરંતુ મેન્ટીકોરના લોકો દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તે એક શક્તિશાળી સિન્ડિકેટ છે જે વિશ્વને તેના ઇશારે નચાવે છે. સિટાડેલના વિનાશ દરમિયાન તેના સૌથી મોટા એજન્ટ મેસન કેન કે જેઓ રિચર્ડ મેડન છે અને નાદિયા સિંઘ જે પ્રિયંકા ચોપરા છે, અફનીનો જીવ બચાવવામાં સક્ષમ હતા અને તેની સાથે જોડાયેલી યાદોને ભૂલી ગયા હતા. અહીંથી સિરીઝમાં ટ્વિસ્ટ આવે છે. એક રાતમાં બધું બદલાઈ જાય છે’

તમને જણાવી દઈએ કે ભારતમાં તેના ફેન્સ પ્રિયંકા ચોપરાની સિરીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો લાંબા સમયથી પ્રિયંકાની ફિલ્મ અને સિરીઝની રાહ જોઈ રહ્યા છે. સિટાડેલ સિરીઝ રુસો બ્રધર્સ અને શોરનર ડેવિડ વેઇલ દ્વારા AGBOના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ સિરીઝમાં પ્રિયંકા ચોપરા, સ્ટેનલી ટુકી અને લેસ્લી મેનવિલે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સિટાડેલ 240 થી વધુ દેશોમાં રિલીઝ થશે.