Bigg Boss OTT 2: બિગ બોસ ઓટીટી 2 ને હોસ્ટ કરશે સલમાન ખાન? કોણ હશે કન્ટેસ્ટેન્ટસ, જાણો ડિટેલ્સ

|

May 21, 2023 | 9:33 PM

Bigg Boss OTT 2: બિગ બોસના ઓટીટી સીઝનની (Bigg Boss OTT 2) બીજી સીઝન આવી રહી છે. આવી પરિસ્થિતિમાં ફેન્સ શોના હોસ્ટથી લઈને સ્પર્ધકો સુધીના તમામ અપડેટ્સ જાણવા આતુર છે. તમને જણાવી દઈએ આ શોની તમામ ડિટેલ્સ.

Bigg Boss OTT 2: બિગ બોસ ઓટીટી 2 ને હોસ્ટ કરશે સલમાન ખાન? કોણ હશે કન્ટેસ્ટેન્ટસ, જાણો ડિટેલ્સ
Bigg Boss OTT 2

Follow us on

પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો ‘બિગ બોસ ઓટીટી’ની પહેલી સીઝનની સફળતા બાદ હવે મેકર્સ શોની બીજી સીઝન લાવી રહ્યા છે. કરણ જોહરની જગ્યાએ ‘બિગ બોસ’ની આ નવી સીઝનને સલમાન ખાન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. શોની બીજી સીઝન પહેલા કરતા વધુ બોલ્ડ બનવા જઈ રહી છે. ‘બિગ બોસ ઓટીટી 2’ના પ્રોમોનું શૂટિંગ ભાઈજાને પૂરું કર્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પ્રોમો સોમવારે રિલીઝ થશે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે બિગ બોસ ઓટીટીની આ નવી સિઝનમાં સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ આપવા જઈ રહ્યા છે.

બિગ બોસ ઓટીટી 2માં જોવા મળશે આ કન્ટેસ્ટેન્ટસ

‘બિગ બોસ’ સીઝન ટુમાં સંભવના સેઠે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. હવે ફરી એકવાર બિગ બોસ ઓટીટીની બીજી સીઝનમાં એક્ટ્રેસ ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ ફેમ પૂજા ગૌર પણ આ કોન્ટ્રોવર્શિયલ શોનો ભાગ બનવા જઈ રહી છે. આ સિવાય ‘બિગ બોસ’ની આ નવી સીઝનમાં કચ્છા બદામ ફેમ અંજલિ અરોરા પણ જોવા મળવાની છે. અંજલિ આ પહેલા ‘લોક અપ’માં જોવા મળી છે.

‘મેરી હાનિકરક બીવી’ ફેમ જિયા પણ બિગ બોસની આ નવી સીઝનનો ભાગ છે. પૂનમ પાંડે પણ આ વખતે આ શોનો ભાગ બનવા જઈ રહી છે. સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ પણ ‘બિગ બોસ’ ઓટીટીમાં જોવા મળશે. હાલમાં રાજીવ પત્ની ચારુ આસોપાથી અલગ થવાને કારણે ચર્ચામાં રહ્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

લોક અપ’ વિનર મુનાવર ફારૂકી જોવા મળશે

‘બિગ બોસ’ વિનર ગૌહર ખાનનો પતિ ઝૈદ હાલમાં જ પિતા બન્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝૈદ ‘બિગ બોસ ઓટીટી 2’માં જઈ રહ્યો છે. ‘લોક અપ’ વિનર મુનાવર ફારૂકી પણ સલમાન ખાનના શોનો એક ભાગ છે. સુમ્બુલ તૌકીર ખાનનો ખાસ મિત્ર ફહમાન ખાન પણ ‘બિગ બોસ ઓટીટી 2’નો ભાગ હશે.

આ સિવાય સિંગર ઉદિત નારાયણનો પુત્ર અને ‘ઈન્ડિયન આઈડલ’ના હોસ્ટ આદિત્ય પણ ‘બિગ બોસ ઓટીટી’ની આ નવી સીઝનનો ભાગ છે. તમને જણાવી દઈએ કે શોની નવી સીઝન જૂનમાં શરૂ થવાની આશા છે.

આ પણ વાંચો: Sonam Bajwa : મુંબઈના રસ્તાઓ પર ઓટો રાઈડ અને ફેન્સ સાથે ડાન્સ, ધૂમ મચાવી રહ્યો છે સોનમ બાજવાનો આ Video

ક્યારે શરૂ થશે બિગ બોસ ઓટીટી 2

રિપોર્ટ મુજબ બિગ બોસ ઓટીટી 2 જૂનના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને જુલાઈના અંતમાં સમાપ્ત થશે. બિગ બોસ 17ની વાત કરીએ તો આ શો સપ્ટેમ્બરની આસપાસ શરૂ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article