Baahubali Web Series : ફિલ્મ બાદ ‘બાહુબલી’ વેબ સિરીઝમાં જોવા મળશે, આ OTT પ્લેટફોર્મમાં જોઈ શકાશે

|

Jun 12, 2022 | 12:49 PM

Baahubali Web Series : એસએસ રાજામૌલી ભારતીય સિનેમાના ટોચના દિગ્દર્શકોમાંના એક બની ગયા છે. તેની ફિલ્મ ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ (Baahubali  2) એ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડ્યા છે. આ બંને ફિલ્મોની કમાણીએ એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો કોઈ પણ ફિલ્મ માટે આસાન નથી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આવી સ્થિતિમાં […]

Baahubali Web Series : ફિલ્મ બાદ બાહુબલી વેબ સિરીઝમાં જોવા મળશે, આ  OTT પ્લેટફોર્મમાં જોઈ શકાશે
ફિલ્મ બાદ 'બાહુબલી' વેબ સિરીઝમાં જોવા મળશે

Follow us on

Baahubali Web Series : એસએસ રાજામૌલી ભારતીય સિનેમાના ટોચના દિગ્દર્શકોમાંના એક બની ગયા છે. તેની ફિલ્મ ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ (Baahubali  2) એ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડ્યા છે. આ બંને ફિલ્મોની કમાણીએ એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો કોઈ પણ ફિલ્મ માટે આસાન નથી. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આવી સ્થિતિમાં હવે ઓટીટી પર ‘બાહુબલી‘ને વેબ સિરીઝ (Baahubali Web Series) તરીકે લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને આ સિરીઝમાં બાહુબલી અને ભલ્લાદેવના જન્મ પછીની સ્ટોરી બતાવવામાં આવશે.

OTT પ્લેટફોર્મ Netflix એ વેબ સિરીઝ ‘બાહુબલી’ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

નેટફ્લિક્સે આનંદ નીલકાંતનના પુસ્તક ‘રાઈઝ ઓફ શિવગામી’ના રાઈટ્સ પહેલેથી જ ખરીદી લીધા છે. એટલું જ નહીં, આ સિરીઝ પર કામ પણ શરૂ થઈ ગયું હતું. પ્રવીણ અને શત્રુ નામના દિગ્દર્શકો સાથે મળીને આ સિરીઝ બનાવી રહ્યા હતા. પરંતુ Netflix ને તેનું આઉટપુટ બિલકુલ પસંદ ન આવ્યું. આવી સ્થિતિમાં હવે નેટફ્લિક્સ દ્વારા એસએસ રાજામૌલીને આ પ્રોજેક્ટમાં સામેલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેટફ્લિક્સ આ વેબ સિરીઝ માટે એસએસ રાજામૌલીનો સંપર્ક કરશે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કંઈ થયું નથી.

ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડથી વધુની કમાણી કરી

જણાવી દઈએ કે, આ દિવસોમાં સિનેમા જગતમાં ડાયરેક્ટર એસએસ રાજામૌલીનું નામ ચર્ચામાં છે. જે પણ ફિલ્મ સાથે તેનું નામ જોડાયેલું હોય, તે જ ફિલ્મ ચાહકોમાં લોકપ્રિય બને છે. તેની ફિલ્મ ‘RRR’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેની કમાણીથી બધાને આશ્ચર્ય થયું હતું. આ ફિલ્મે વિશ્વભરમાં 1100 કરોડથી વધુની કમાણી કરી હતી અને તેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની જોડી દર્શાવવામાં આવી હતી. આ સિવાય આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

‘બાહુબલી’ની વાત કરીએ તો આ ફિલ્મના બે ભાગ ‘બાહુબલી ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2 ધ કન્ક્લુઝન’ રિલીઝ કરવામાં આવ્યા છે. આ ફિલ્મના ત્રીજા ભાગ પર હજુ પણ વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબાતી, રામ્યા કૃષ્ણન અને તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

Next Article