આમિર ખાન સાથે હંમેશાથી કામ કરવા માંગતો હતો નાગા ચૈતન્ય, બોલિવૂડ ડેબ્યૂ પર કહી આ વાત

આમિર ખાન ટોમ હેન્કની ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ' ના હિન્દી રિમેક 'લાલ સિંહ ચઢ્ઢા'માં કામ કરી રહ્યો છે. તેનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. કરીના કપૂર ખાન સાથે નાગા ચૈતન્ય પણ લીડ રોલમાં જોવા મળશે.

આમિર ખાન સાથે હંમેશાથી કામ કરવા માંગતો હતો નાગા ચૈતન્ય, બોલિવૂડ ડેબ્યૂ પર કહી આ વાત
Wanted to work with Aamir Khan, Naga Chaitanya over his bollywood debut with Laal Singh Chaddha
| Edited By: | Updated on: Feb 06, 2022 | 4:39 PM

બોલિવૂડ અને સાઉથ સિનેમાનો (South Cinema)  જુનો સંબંધ છે. આ બંને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે, પરંતુ બંને ખૂબ જ અલગ ફિલ્મો બનાવી રહ્યાં છે. શરૂઆતથી જ આ બંને ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો અલગ-અલગ ભાષાની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. એવા ઘણા કલાકારો છે જેમની પોતાની ઇન્ડસ્ટ્રીની બહાર ફિલ્મો કરવાની કોઈ યોજના નથી, પરંતુ તેઓને કેટલીક એવી ઓફર મળે છે જેના માટે તેઓ પોતાને રોકી શકતા નથી.

આમિર ખાન ટોમ હેન્કની ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ના હિન્દી રિમેક ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરી રહ્યો છે. તેનું નિર્દેશન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. કરીના કપૂર ખાન સાથે નાગા ચૈતન્ય પણ લીડ રોલમાં જોવા મળશે. નાગા ચૈતન્યએ એક ઈન્ટરવ્યુમાં પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે ખુલીને વાત કરી હતી. તેણે સાઉથની ફિલ્મોની બહાર હિન્દીમાં કામ કરવાનું કારણ પણ આપ્યુ હતું. સાઉથ સ્ટારે કહ્યું કે તેનો બોલિવૂડમાં કામ કરવાનો કોઈ ઈરાદો નથી પરંતુ તે માત્ર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરવા માટે સંમત થયો હતો.

Etimes માં પ્રકાશિત અહેવાલ અનુસાર, હૈદરાબાદ ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન સાઉથ સ્ટાર નાગા ચૈતન્યએ જણાવ્યું કે જ્યારથી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારથી મારો સાઉથ દર્શકોનું મનોરંજન કરવાનો પ્રયાસ રહ્યો છે. જ્યારે મેં ફોરેસ્ટ ગમ્પ જોઇ ત્યારે મને તે ખૂબ ગમી હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આ ફિલ્મના હિન્દી રૂપાંતરણમાં કામ કરવાની તક મળશે.

તેણે આગળ બોલિવૂડમાં ડેબ્યૂ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, તેણે કહ્યુ કે તેની કોઈ બોલિવૂડ ફિલ્મમાં કામ કરવાની યોજના નહોતી પરંતુ તે આમિર ખાન સાથે કામ કરવાની તક ગુમાવવા માંગતો ન હતો. તેણે કહ્યું કે આ ફિલ્મ માટે હા કહેવાનું સૌથી મોટું કારણ એ છે કે મને આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરવાનો અને તેમની પાસેથી ઘણું શીખવાનો મોકો મળી રહ્યો છે.

તે સેટ પર ખૂબ જ સમર્પણ સાથે કામ કરે છે અને તેની સાથે કામ કરવામાં ખૂબ મજા આવી. અમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફિલ્મનું શૂટિંગ કર્યું છે. તે એક પ્રકારનો ચમત્કારિક અનુભવ રહ્યો છે.

આ પણ વાંચો –

Lata Mangeshkar Passed Away : સિંગર બનતા પહેલા લતા દીદીએ કેમેરાનો સામનો કર્યો હતો, એક્ટિંગ કરિયરમાં પણ મળી સફળતા

આ પણ વાંચો – 

લતા મંગેશકરે પોતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ સ્વીકારવાની ના પાડી, કારણ જાણીને ચોંકી જશો