વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) પહેલા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયા સુધી થિયેટરોમાં પોતાની મજબૂત પકડ જાળવી રહી હતી. પરંતુ ચોથા અઠવાડિયે ફિલ્મના ક્લેશનમાં (The Kashmir Files Collection) ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની હાઈ બજેટ ફિલ્મ ‘RRR’ પણ અનુપમ ખેરની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સને હલાવી શકી નહીં. હવે ચોથા સપ્તાહમાં જ્હોન અબ્રાહમની ‘એટેક’થી(Attack) ધ કાશ્મીર ફાઇલ્સની કમાણીનો ગ્રાફ નીચે જતો જણાય છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 239 કરોડ 78 લાખ રૂપિયાની કમાણી કરી છે.
માનવામાં આવી રહ્યું છે કે વીકએન્ડના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર કમાણીના મામલે ફરી એકવાર ઉભી રહી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કાશ્મીર ફાઇલ્સ 6 થી 7 કરોડ એકત્ર કરી શકે છે.આ સાથે વિવેક અગ્નિહોત્રી આ ફિલ્મને OTT પર લાવવાની તૈયારીમાં છે. ફિલ્મ જેટલી રોમાંચક રીતે સફળ રહી છે, તે OTT પર પણ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે ઓપનિંગ ડે પર 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ ઓપનિંગ વિકેન્ડમાં 27.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.આ ઉપરાંત ધ કાશ્મીર ફાઇલ્સે પહેલા અઠવાડિયામાં 97.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી,જ્યારે બીજા સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન 207.33 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયે 238.28 કરોડનું કલેક્શન કર્યું હતું, જેથી ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 239.78 કરોડ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ પણ રીલિઝ થઈ ગઈ છે, ફિલ્મે ઓપનિંગ ડે પર 3.51 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તરણ આદર્શે ફિલ્મની કમજોર કમાણી અંગેની સ્થિતિ જણાવતા કહ્યું કે પ્રથમ દિવસે ફિલ્મની કમાણી ખૂબ જ સારી છે.
#Attack is dull on Day 1… The #RRR wave in mass circuits has sidelined it completely, while metros haven’t embraced it either… Biz needs to improve on Day 2 and 3 for a respectable weekend total… Fri ₹ 3.51 cr. #India biz. pic.twitter.com/opTYI0FbOo
— taran adarsh (@taran_adarsh) April 2, 2022
આ પણ વાંચો : ડાયમંડ રિંગ્સને લઈને જેકલીન ફર્નાન્ડીઝ થઈ ટ્રોલ, યુઝર્સ સુકેશ ચંદ્રશેખર સાથે જોડી રહ્યા છે અભિનેત્રીનું નામ
Published On - 11:07 am, Sun, 3 April 22