આઈપીએલની 16મી સિઝનમાં આજે પ્રથમ વાર વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હતું. વરસાદને કારણે આપીએલ 2023ની 28મી મેચ 7.30 કલાકની જગ્યાએ 8.30 કલાકે શરુ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની શરુઆત સારી રહી ન હતી. 20 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 10 વિકેટના નુકશાન સાથે 127 રન રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને સિઝનની પ્રથમ જીત માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો છે.
આજની મેચ જોવા માટે એપલના સીઈઓ ટિમ કુક પણ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેની સાથે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, તેના પતિ આનંદ અહુજા સહિતના લોકો પણ હાજર રહ્યા હતા. ટિમ કુકે આજે દિલ્હીમાં ભારતના બીજા એપલ સ્ટોરનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પહેલા તેમણે મુંબઈમાં દેશના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્દઘાટન કર્યું હતું.
CEO of Apple watching IPL at Delhi. #IPLonStar pic.twitter.com/bkzC8o4ZIf
— Johns. (@CricCrazyJohns) April 20, 2023
Thank you so much for an unforgettable evening! 🏏🇮🇳 https://t.co/JNGdbt6QnJ
— Tim Cook (@tim_cook) April 20, 2023
પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્માએ 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 3 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. નોર્ટજે 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુકેશ યાદવે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી.
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી જેસન રોયે 43 રન, લિટન દાસે 4 રન, વેંકટેશ ઐયરે 0 રન, નીતિશ રાણાએ 4 રન, મનદીપ સિંહે 12 રન, આન્દ્રે રસેલે 38 રન, રિંકુ સિંહે 6 રન, સુનીલ નારાયણે 4 રન, ઉમેશ યાદવે 3 રન, વરુણ ચક્રવર્તીએ 1 રન અને અનુકુલ રોયે 0 રન બનાવ્યા હતા.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @KKRiders.
Follow the match ▶️ https://t.co/CYENNIiaQp #TATAIPL | #DCvKKR pic.twitter.com/WopA9ZSaJO
— IndianPremierLeague (@IPL) April 20, 2023
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર
કોલકાતા નાઈટ રાઈડર્સ : જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા
Published On - 11:12 pm, Thu, 20 April 23