Vijay 69 Review : અનુપમ ખેરની ફિલ્મ ‘વિજય 69’ થઇ રીલીઝ, સમાજને આપે છે એક નવો સંદેશ

|

Nov 09, 2024 | 2:45 PM

રિલીઝ થયેલી ફિલ્મ 'વિજય 69' માટે લોકોમાં ચર્ચાનો વિષય છે. ફિલ્મ 'વિજય 69' 8 નવેમ્બર 2024ના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે 69 વર્ષીય વિજય મેથ્યુનું પાત્ર ભજવ્યું છે, જે આ ઉંમરે પોતાનું સપનું પૂરું કરવા માંગે છે. જો તમારું પણ કોઈ સપનું છે અને તેને પૂરું કરવા માંગો છો તો તમને આ ફિલ્મ ગમશે.

Vijay 69 Review : અનુપમ ખેરની ફિલ્મ વિજય 69 થઇ રીલીઝ, સમાજને આપે છે એક નવો સંદેશ

Follow us on

અનુપમ ખેર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પ્રેરણાથી ઓછા નથી. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાએ આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. હવે તે ખૂબ જ અનોખા પાત્ર સાથે લોકો સમક્ષ આવવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ Vijay 69 રિલીઝ થઈ ગઇ છે.

રિલીઝ થયેલી ફિલ્મ ‘વિજય 69’ માટે લોકોમાં ચર્ચાનો વિષય છે. ફિલ્મ ‘વિજય 69’ 8 નવેમ્બર 2024ના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે 69 વર્ષીય વિજય મેથ્યુનું પાત્ર ભજવ્યું છે, જે આ ઉંમરે પોતાનું સપનું પૂરું કરવા માંગે છે. જો તમારું પણ કોઈ સપનું છે અને તેને પૂરું કરવા માંગો છો તો તમને આ ફિલ્મ ગમશે.

શું છે ફિલ્મનો વિષય ?

એક 69 વર્ષીય વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે જે જીવનમાં પોતાને શોધવા માંગે છે, પોતાને અજમાવવા માંગે છે. આ માટે તેણે ઘણી તૈયારીઓ કરી છે. પરંતુ તેના પરિવારના સભ્યો આ માટે તૈયાર નથી. હવે 69 વર્ષની ઉંમરે, વિજય કેવી રીતે ટ્રાયથલોન સ્પર્ધામાં ભાગ લે છે જેમાં તેણે 1.5 કિલોમીટર તરવાનું હોય છે, થોડા કિલોમીટર દોડવાનું હોય છે અને પછી 40 કિલોમીટર સુધી સાયકલ ચલાવવાનું હોય છે. ફિલ્મને લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ચંકી પાંડે પણ અભિનય કરતો જોવા મળે છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ Netflix પર સ્ટ્રીમિંગ શરૂ થશે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

ફિલ્મ જોશો તો આંખમાં આંસુ આવી જશે

આ ફિલ્મ પ્રેરણાદાયી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ તમને ઘણી પ્રેરણા આપશે. આ ફિલ્મ જોયા પછી તમે તમારા માતા-પિતાને વધુ પ્રેમ કરવા લાગશો. આ ફિલ્મ તમને તમારા માતા-પિતાના સપના વિશે વિચારવા મજબૂર કરશે. સાથે જ ફિલ્મ તમને ખૂબ જ ભાવુક કરી દેશે, તમારી આંખોમાંથી આંસુ આવી જશે. આવી ફિલ્મો માત્ર લોકોનું મનોરંજન કરતી નથી, તે લોકોને ઘણું બધું આપે છે અને આ બધી વસ્તુઓ આપણને બીજે ક્યાંય મળી શકે તેમ નથી.

ફિલ્મની સ્ટારકાસ્ટ અને અભિનય

અનુપમ ખેરે જે રીતે વિજયનું પાત્ર ભજવ્યું છે તે વખાણવાલાયક છે. તેમણે 69 વર્ષમાં જે નિશ્ચય, જુસ્સો અને ઉર્જા બતાવી છે તે દરેક વ્યક્તિ કરી શકે તેવું નથી. આ ફિલ્મમાં તે આજની પેઢીના બાળકો સાથે પણ અદ્ભુત ટ્યુનિંગ કરતા જોવા મળે છે. ચંકી પાંડેએ પણ શાનદાર કામ કર્યું છે. તેના પાત્રને જોઈને આપણને લાગશે કે આપણને પણ આવા મિત્ર હોવા જોઈએ. લાંબા સમય પછી ગુડ્ડી મારુતિને સ્ક્રીન પર જોઈને સારું લાગે છે. તેમનું કાર્ય ખૂબ જ ઉત્તમ છે. મિહિર આહુજાએ પણ ખૂબ જ જોરદાર એક્ટિંગ કરી છે. તેણે પોતાના અભિનયથી ખૂબ જ પ્રભાવિત કર્યા છે.

Published On - 2:44 pm, Sat, 9 November 24

Next Article