‘જલસા’માં જોવા મળશે Vidya Balan અને શેફાલી શાહ, જુઓ આ નવી ફિલ્મની પ્રથમ ઝલક

|

Aug 13, 2021 | 9:42 PM

વિદ્યા બાલન (Vidya Balan) અને શેફાલી શાહ (Shefali Shah) બોલિવૂડની બે બહેતરીન અભિનેત્રીઓ છે, જ્યાં આ જોડીએ મુંબઈમાં તેમની આગામી ફિલ્મ 'જલસા' (Jalsa) નું શૂટિંગ શરૂ કર્યું છે. વિદ્યા બાલને આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.

જલસામાં જોવા મળશે Vidya Balan અને શેફાલી શાહ, જુઓ આ નવી ફિલ્મની પ્રથમ ઝલક
Shefali Shah, Vidya Balan

Follow us on

લાંબા અને નીરસ લોકડાઉન બાદ મુંબઈમાં ફરી એકવાર શૂટિંગ શરૂ થયું છે. જ્યાં બોલિવૂડ સ્ટાર્સ હવે તેમની ફિલ્મોના શૂટિંગને કરવામાં લાગ્યા છે. આવી સ્થિતિમાં હવે વિદ્યા બાલન (Vidya Balan) અને શેફાલી શાહ (Shefali Shah) તેમની નવી ફિલ્મ ‘જલસા’ (Jalsa)માં સાથે જોવા મળશે. આ બંને બોલિવૂડની બહેતરીન અભિનેત્રીઓ છે, જેમણે હંમેશા ઈન્ડસ્ટ્રીમાં પોતાની યોગ્યતા સાબિત કરી છે. આ ફિલ્મના નિર્માતા ટી-સિરીઝ અને અબુંદંતિયા એન્ટરટેનમેન્ટ છે. આ ફિલ્મનું શૂટિંગ આજથી મુંબઈમાં શરૂ થઈ ગયું છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

સુરેશ ત્રિવેણી ‘જલસા’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. તે જ સમયે સુરેશ આ ફિલ્મના સહ-લેખક પણ છે. સુરેશે વિદ્યા બાલન સાથે પ્રખ્યાત ફિલ્મ ‘તુમ્હારી સુલ્લુ’ પણ બનાવી ચુક્યા છે. જેના કારણે આ જોડી હવે ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિદ્યા અને શેફાલી સિવાય રોહિણી હટ્ટંગડી, ઈકબાલ ખાન, વિધાત્રી બંદી, ગુરપાલ સિંહને પણ જોવા જઈ રહ્યા છીએ. ફિલ્મની ટીમ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મમાં આપણને માનવ કૌલ પણ કેમિયો કરતા જોવા મળશે. આ ફિલ્મના લેખક છે પ્રજ્વલ ચંદ્રશેખર અને સુરેશ ત્રિવેણી. જ્યાં આ ફિલ્મના સંવાદો હુસૈન અને અબ્બાસ દલાલે લખ્યા છે.

 

 

 

 

વિદ્યા બાલન નવા અનુભવ માટે છે બેકરાર

વિદ્યા બાલન આ પ્રોજેક્ટ સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે, અભિનેત્રીએ કહ્યું “હું ફરીથી સુરેશ સાથે જોડાઈને ખૂબ જ ઉત્સાહિત છું. “તુમ્હારી સુલ્લુ” એક અનોખો, મનોરંજક અનુભવ હતો અને મને આશા છે કે “જલસા” પણ અમારા માટે કંઈક અલગ અનુભવ હશે. જલસા એક સામાયિક છતાં માનવીય પહેલુઓ પર વાર્તા છે.

 

 

શેફાલી શાહ જલસા માટે છે ઉત્સાહિત

બીજી બાજુ શેફાલી શાહ કહે છે કે “હું ખૂબ જ ઉત્સાહિત છું કે હું “જલસા”નો ભાગ બનવા જઈ રહી છું. આ એક ખૂબ જ અલગ વિચાર વાળી વાર્તા છે. જ્યારે સુરેશે પ્રથમ વખત મને તેના વિશે કહ્યું ત્યારે મેંને લાગ્યું કે મારે બસ તે કરવી છે. હું વિદ્યા બાલન જેવી અદ્ભુત અભિનેત્રી સાથે કામ કરવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છું, જેમના કામની હું હંમેશા મોટી ચાહક રહી છું.”

 

ટી-સિરીઝ સાથે અબુંદંતિયા એન્ટરટેઈનમેન્ટની ત્રીજી ફિલ્મ

તમને જણાવી દઈએ કે અબુંદંતિયા એન્ટરટેઈનમેન્ટ અને ટી-સીરીઝે ભૂતકાળમાં પણ ઘણી ફિલ્મો બનાવી છે. જેમાં 2015માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘બેબી’ અને 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એરલિફ્ટ’ સામેલ છે. જે બાદ હવે આ ટીમ “જલસા”માં સાથે કામ કરતી જોવા મળશે.

 

 

આ પણ વાંચો :- Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા

 

આ પણ વાંચો :- Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

Next Article