Video : Sushant Singh Rajput ના બેસ્ટ ફ્રેન્ડ મહેશ શેટ્ટીના જન્મદિવસ પર Ankita Lokhande એ બિલ્ડીંગમાં મચાવી ધમાલ
Sushant Singh Rajput, Ankita Lokhande, Mahesh Shetty

Video : Sushant Singh Rajput ના બેસ્ટ ફ્રેન્ડ મહેશ શેટ્ટીના જન્મદિવસ પર Ankita Lokhande એ બિલ્ડીંગમાં મચાવી ધમાલ

| Edited By: | Updated on: May 21, 2021 | 9:37 PM

સુશાંત સિંહ રાજપૂત દર વર્ષે મહેશ શેટ્ટીનો જન્મદિવસ ઉજવતા હતા, તે જાતે જ તેમના ઘરે જઈને ઉજવતા હતા, આજે સુશાંત નથી ત્યારે અંકિતા લોખંડેએ આ કામ કર્યું.

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આજે ભલે આપણી વચ્ચે ન હોઈ, પરંતુ જો તે આજે હોત તો અભિનેતા તેમના સૌથી સારા મિત્ર મહેશ શેટ્ટી (Mahesh Shetty) નો જન્મદિવસ જરુર મનાવતા હોત.

મહેશ અને સુશાંતની મિત્રતા ખૂબ જ જૂની છે. પરંતુ આજે સુશાંતને બદલે અંકિતા લોખંડે (Ankita Lokhande) ચોક્કસપણે અહીં પહોંચી હતી. તેમણે મહેશ પાસેથી કેક પણ કપાવી હતી. મહેશ ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળ્યા છે. જ્યાં તેમણે ‘બડે અચ્છે લગતે હૈં’ સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેશ આજે લોકડાઉનને કારણે તેમના ઘરે તેમનો જન્મદિવસ ઉજવ્યો છે.

અંકિતા લોખંડે તેના ઘરે પહોંચી અને તેને એક મોટું સરપ્રાઇઝ આપ્યું. તેનો એક વીડિયો અંકિતાએ સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. આ વીડિયોમાં, અભિનેત્રી મહેશના મકાનની નીચે પહોંચીને તેમને શુભેચ્છા પાઠવે છે. અંકિતાને જોઈ મહેશ કારની પાછળ છુપાઈ જાય છે, અને પછી બધાએ સાથે મળીને તેમની કેક કાપે છે.

અંકિતા તેમના ઘરે પહોંચીને તેમનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો. મહેશની માતા અને પત્ની પણ ત્યાં હાજર હતાં. જ્યાં બધાએ ખૂબ જ મજા માણી. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે આજ દિવસે સુશાંતે પણ મહેશને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. સુશાંતે લખ્યું હતું કે “હેપી બર્થડે મેરી જાન”

જુઓ સુશાંત સિંહ રાજપૂતની આ ખાસ પોસ્ટ

 

 

તમને જણાવી દઈએ કે, સુશાંત મહેશની ખૂબ નજીક હતો. સુશાંતે મહેશ સાથે તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. સુશાંતના મૃત્યુ પછી મહેશ ખૂબ તૂટી ગયા હતા. તેમણે કોઈ મીડિયા સાથે વાત કરી ન હતી. તેમણે એટલું જ કહ્યું કે “સુશાંત ખૂબ જ એકલવાયો બની ગયો હતો. પરંતુ તેમનું આ રીતે જવું યોગ્ય નહોતું.”

જુઓ અંકિતાનો આજનો વીડિયો

 

 

 

ચાલો તમને જણાવીએ કે, સુશાંત, અંકિતા અને મહેશ, આ ત્રણેય એકતા કપૂરની પ્રખ્યાત સીરિયલ પવિત્ર રિશ્તામાં જોવા મળ્યા હતા. જ્યાં બધાએ તેમને આ સિરિયલમાં ખૂબ પ્રેમ આપ્યો હતો. ત્યાજ, ગત વર્ષે અંકિતાના જન્મદિવસ પર પણ મહેશ જોવા મળ્યા હતા, જેના માટે તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.