VIDEO: તેમની સાસુની ડાન્સિંગ Skill પર ફિદા છે શાહરુખ ખાન, કહ્યું – લેવું પડશે ટ્યુશન

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને પોતાના અભૂતપૂર્વ અભિનયથી ચાહકોનું દિલ જીતવાનું ચાલુ રાખ્યું છે. તાજેતરમાં જ શાહરુખે સોશિયલ મીડિયા પર પોતાની સાસુના ડાન્સના વખાણ કર્યા છે.

VIDEO: તેમની સાસુની ડાન્સિંગ Skill પર ફિદા છે શાહરુખ ખાન, કહ્યું - લેવું પડશે ટ્યુશન
Shah Rukh Khan
| Edited By: | Updated on: Sep 09, 2021 | 9:44 PM

અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) લાખો દિલો પર રાજ કરે છે. શાહરૂખના ચાહકો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ છે. કિંગ ખાનના નામથી ચાહકોમાં પ્રખ્યાત શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. શાહરૂખ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતા નથી. આવી સ્થિતિમાં તાજેતરમાં અભિનેતાએ તેમની પત્ની ગૌરી ખાને શેર કરેલા વીડિયો પર કમેન્ટ કરી છે.

 

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની પત્ની સોશિયલ મીડિયા પર પરિવાર અને મિત્રો સાથે ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ ગૌરીએ ચાહકો માટે તેમની માતા સવિતા છાબ્બરનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. ખુદ શાહરૂખ ખાન પણ આ વીડિયો પર કમેન્ટ કરતા પોતાને રોકી શક્યા નથી.

 

શાહરુખ ખાનની સાસુનો ડાન્સ

ગૌરીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેમની માતા તેમનો જન્મદિવસ ઉજવતી જોવા મળી રહી છે. હકીકતમાં પોસ્ટ શેર કરતી વખતે ગૌરી ખાને માતા સવિતા છિબ્બરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે શાહરૂખ ખાનની સાસુ ફુલ એનર્જીમાં ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોથી સ્પષ્ટ છે કે તે આ ઉંમરે પણ થાક્યા વગર કેવી રીતે ડાન્સ કરી રહ્યા છે.

 

આ વીડિયો પર ‘મમ્મી કૂલ’ લખેલું જોવા મળે છે. તમને જણાવી દઈએ કે વીડિયો શેર કરતી વખતે ગૌરી ખાને લખ્યું છે કે, તમારા સ્ટેપ્સ સાથે મેચ કરી શકે એવું કોઈ નથી… હેપ્પી બર્થ ડે મમ્મી.

 

કિંગ ખાને કરી કમેન્ટ

ગૌરીના આ વીડિયો પર ચાહકો તેમજ મિત્રો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે, તેથી શાહરૂખ ખાન પોતે પણ આ યાદીમાં જોડાયા છે. આ વીડિયો શેર કરતા શાહરૂખ ખાને કોમેન્ટમાં લખ્યું કે હમ્મમમ… સાસુ પાસેથી ડાન્સ શીખવાની જરૂર છે.

 

કિંગ ખાનની આ અનોખી કમેન્ટ ચાહકોમાં લોકપ્રિય બની છે. આ કમેન્ટથી સ્પષ્ટ છે કે અભિનેતાને તેમની સાસુનું નૃત્ય કેટલું પસંદ આવ્યું છે. હવે અભિનેતાના ચાહકો પણ તેમની આ પોસ્ટ પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

 

 

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

 

આ પણ વાંચો :- Matrix 4: ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ રહ્યું છે પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ટ્રેલર