નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીનો વીડિયો વાયરલ, કહ્યું અડધી રાતે મને મારા બાળકો સાથે ધરમાંથી કાઢી મુકી

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ હાલમાં જ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આલિયાએ દાવો કર્યો હતો કે તેના પતિએ તેને રાત્રે બાળકો સાથે ઘરની બહાર કાઢી મુકી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીનો વીડિયો વાયરલ, કહ્યું અડધી રાતે મને મારા બાળકો સાથે ધરમાંથી કાઢી મુકી
Video of Nawazuddin Siddiqui wife went viral
| Edited By: | Updated on: Mar 04, 2023 | 12:42 PM

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીથી અલગ થઈ ગયેલી પત્નીએ શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેણી અને તેમના બે સગીર બાળકોને મુંબઈમાં તેના સાસુ-સસરાના ઘર માંથી ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુકી હતી હતા અને તેમની પાસે આર્થિક મદદ કરવા માટે કોઈ ન હતુ.

અભિનેતાની પત્ની વતી હાજર રહેલા એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ જસ્ટિસ એએસ ગડકરી અને પીડી નાઈકની બેન્ચને જણાવ્યું હતું કે અલગ થઈ ગયેલા દંપતી વચ્ચેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

નવાઝની પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ હાલમાં જ તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આલિયાએ દાવો કર્યો હતો કે તેના પતિએ તેને રાત્રે બાળકો સાથે ઘરની બહાર કાઢી મુકી હતી. આ અંગે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે નવાઝુદ્દીન તેની સાથે ખોટું કરી રહ્યો છે, રાત્રે બાળકોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે હવે નવાઝુદ્દીનના પ્રવક્તાએ અભિનેતા વતી સ્પષ્ટતા આપી છે.

બેંચ નવાઝુદ્દીન સિદ્દીકી દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં અભિનેતાએ વિનંતી કરી છે કે તેની પત્ની અને બાળકોને કોર્ટમાં રજૂ કરવામાં આવે. અભિનેતા એ દાવો કર્યો હતો કે તેની પત્ની બાળકોને જાણ કર્યા વિના દુબઈથી ભારત લાવી હતી અને સ્થાન બદલવાથી તેમના શિક્ષણને અસર થઈ રહી હતી.

આલીયા બાળકો સાથે મુંબઈમાં તેની સાસુના ઘરે રહેતી હતી

શુક્રવારે એડવોકેટ સિદ્દીકીએ કોર્ટને જણાવ્યું હતું કે અભિનેતાની પત્ની અને તેમના બે બાળકો (12 વર્ષની પુત્રી અને સાત વર્ષનો પુત્ર)ને માત્ર 81 રૂપિયામાં ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે ત્રણેય હવે એક સંબંધી સાથે રહે છે. તેણે કહ્યું કે જ્યારે છોકરો હજી ઘણો નાનો હતો, ત્યારે છોકરીએ તેના પિતાને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કોર્ટે એડવોકેટ સિદ્દીકીને આ તમામ વિગતો એફિડેવિટમાં આપવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે આ મામલાની વધુ સુનાવણી એક સપ્તાહ પછી હાથ ધરવામાં આવશે.

Published On - 12:22 pm, Sat, 4 March 23