Video: અમિતાભ બચ્ચનને દૌહિત્રી નવ્યા પર થયો ગર્વ, પિયાનો વગાડતા જોઈને થયા ખૂબ ખુશ

|

Sep 21, 2021 | 7:22 PM

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ બોલિવૂડમાં ન આવવાને બદલે બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

Video: અમિતાભ બચ્ચનને દૌહિત્રી નવ્યા પર થયો ગર્વ, પિયાનો વગાડતા જોઈને થયા ખૂબ ખુશ
Amitabh Bachchan, Navya Naveli Nanda

Follow us on

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની દૌહિત્રી અને પૌત્રીના વખાણ કરવામાં ક્યારેય પાછા નથી હટતા. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બિગ બી પોતાના ચાહકો સાથે પોતાની અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરતા રહે છે. આજે અમિતાભ બચ્ચને તેમની દૌહિત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)ની પ્રશંસામાં એક પોસ્ટ શેર કરી છે.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નવ્યાની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. તેમણે બોલિવૂડમાં પગ મૂક્યો નથી, નવ્યાના નામે ઘણા સોશિયલ પેજ બનેલા છે. નવ્યા એક્ટર ન બનીને બિઝનેસ વુમન બની ગઈ છે.

 

અમિતાભ બચ્ચને કર્યા નવ્યાના વખાણ

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નવ્યા પિયાનો વગાડતી જોવા મળી રહી છે. બિગ બીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે નવ્યા પોતે કોઈની મદદ વગર પિયાનો વગાડતા શીખી ગઈ છે. તેમણે લખ્યું- નવ્યા પિયાનો વગાડે છે ..દૌહિત્રી નવ્યા નવેલીને નાનાનો ગર્વ અને પ્રેમ ..

 

 

 

અહીં જુઓ અમિતાભ બચ્ચનની પોસ્ટ

અમિતાભ બચ્ચને આગળ લખ્યું – જાતે શીખી, મેમરીના આધારે વગાડી રહી છે. પોતાનો વ્યવસાય શરૂ કર્યો, વંચિત મહિલાઓ માટે કામ કરે છે, પિતાના કૌટુંબિક વ્યવસાય માટે તાલીમ લઈ રહી છે અને મોબાઈલ, કોમ્પ્યુટરની તમામ સમસ્યાઓ દૂર કરે છે. લવ યુ માય ડિયર. કોણ કહે છે કે દીકરીઓ પરિવારની મિલકત નથી.

 

શ્વેતા બચ્ચને શેર કરી પોસ્ટ

થોડા કલાકો પહેલા અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં શ્વેતા બીગ બી અને જયા બચ્ચન સાથે ના બાળપણના ફોટા અને નવ્યાના નાના નાની સાથે ફોટાઝને મિક્સ કરીને બનાવવામાં આવ્યા છે.

 

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 13ને હોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય તેમની ફિલ્મ ચેહરે તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. તે ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્ર, ઝુંડ, મિડ ડેમાં જોવા મળશે.

 

 

આ પણ વાંચો :- ઐશ્વર્યા રાય બચ્ચને ‘Ponniyin Selvan’નું શૂટિંગ કર્યું પૂરું, પોસ્ટર શેર કરીને જણાવ્યું ક્યારે થશે ફિલ્મ રિલીઝ

 

આ પણ વાંચો :- Transformation: રેમો ડિસૂઝાએ ચાહકોને દેખાડ્યું પોતાની પત્ની લિઝેલનું ટ્રાન્સફોર્મેશન, ફોટો જોઈને ઓળખવું થયું મુશ્કેલ

Next Article