Photos : વિકી કૌશલ અને સારા અલી ખાને લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મના ઇન્દોર શેડ્યૂલને પૂર્ણ કર્યુ

શારીબ હાશ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મના શૂટિંગ સેટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. સાથે, તેણે શૂટના અંતે એક સુંદર નોટ પણ લખી છે.

Photos : વિકી કૌશલ અને સારા અલી ખાને લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મના ઇન્દોર શેડ્યૂલને પૂર્ણ કર્યુ
Vicky Kaushal and Sara Ali Khan wrap up Indore schedule of Laxman Utekar's next film
| Edited By: | Updated on: Jan 23, 2022 | 3:09 PM

વિકી કૌશલ (Vicky Kaushal) તેના ભવ્ય લગ્ન પછી હવે ધીમે ધીમે તેના તમામ પ્રોજેક્ટ ક્લિયર કરવામાં વ્યસ્ત છે. વિકી અને સારા અલી ખાન (Sara Ali Khan) ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. આ ફિલ્મનું ઈન્દોર શિડ્યુલ સમાપ્ત થઈ ગયું છે. આ ફિલ્મમાં સારા અને વિકીના કો-સ્ટાર શારીબ હાશ્મીએ (Sharib Hashmi) આ માહિતી આપી છે.

તેણે સેટ પરથી સમગ્ર ફિલ્મ યુનિટનો એક ગ્રુપ ફોટો શેર કર્યો છે. આ ગ્રુપ ફોટોમાં દરેક જણ હસતા જોવા મળે છે. આ તસવીર ખૂબ જ રંગીન છે. જેમાં ફિલ્મના ડાયરેક્ટર અને ફિલ્મના તમામ કલાકારો પણ નજરે પડે છે.

શારીબ હાશ્મીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મના શૂટિંગ સેટની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં ફિલ્મનું આખું યુનિટ ઉત્સાહિત જોવા મળે છે. બંનેએ સાથે મળીને શૂટના અંતે એક ક્યૂટ નોટ પણ લખી છે. તેણે લખ્યું છે કે અમે એક સુંદર ફિલ્મ (અનામાંકિત)ના સેટ પર ડ્રીમ ટીમ સાથે સુંદર યાદો એકઠી કરી છે. જેનું નિર્માણ પૂજા વિજને કર્યું છે. ડિરેક્ટર સાહબ લક્ષ્મણ ઉતેકર એટલે કે તમે દિલ જીતી લીધું છે. રાઘવ ભાઈ તમે સ્વીટહાર્ટ છો.

 

આ પોસ્ટમાં શારીબે તમામ સાથીઓ વિશે કંઈક લખતાં આ ફિલ્મને પોતાના માટે ખૂબ જ ખાસ ગણાવી છે. જેમાં વિકી કૌશલ વિશે લખવામાં આવ્યું છે કે વિકી કૌશલ, યાર હું હવે તારો મોટો ફેન બની ગયો છું, સારા અલી ખાનને ટેગ કરતી વખતે લખ્યું છે કે તમે સ્ટાર્સની જેમ કેમ વર્તન નથી કરતા. આ પોસ્ટ પર ખૂબ જ ફની કોમેન્ટ્સ પણ આવી છે. વિકીએ કોમેન્ટ કરતાં લખ્યું, મારા ભાઈ અને હાર્ટ ઈમોજી મૂક્યું છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં વિકી અને સારાની જોડી જોવા મળવાની છે. હાલમાં જ સારા અલી ખાનની ફિલ્મ ‘અતરંગી રે’ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ થયા હતા. બીજી તરફ, વિકી ગયા વર્ષે ‘ઉધમ સિંહ’માં જોવા મળ્યો હતો, જેને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવવામાં આવી છે. તેણે ગયા વર્ષે કેટરીના કૈફ સાથે પણ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો –

Dhanush and Aishwarya Rajnikanth : છૂટાછેડા પછી એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા, જાણો શું છે આખો મામલો?

આ પણ વાંચો –

Happy Birthday Ramesh Sippy : ‘શોલે’ પછી એવી બીજી કોઈ ફિલ્મ ના બનાવી શક્યા રમેશ સિપ્પી, હવે છે ફિલ્મોથી દૂર