Usha Uthupએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન

Usha Uthup Birthday : બોલિવૂડની પોપ ક્વીન તેમજ આઇકોનિક સિંગર ઉષા ઉથુપ (usha uthup) આજે પોતાનો 74મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1947ના રોજ મુંબઈમાં થયો હતો.

Usha Uthupએ પંખીડા તું ઉડી જાજે ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ, જાણો ઉષા ઉથુપનું ગુજરાત કનેક્શન
Usha Uthup Birthday special, know about Usha Uthup's Gujarat Connection
| Edited By: | Updated on: Nov 08, 2021 | 5:43 PM

AHMEDABAD : ગુજરાતની કલા અને સંસ્કૃતિ દેશ અને વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે કલાકાર કોઈપણ ક્ષેત્રનો હોય, તેને ગુજરાત પ્રત્યે આકર્ષણ રહે જ છે. એમાં પણ ગાયક કલાકારો અને ગરબાના ગીતો વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ જાય છે. અત્યાર સુધીમાં ઘણા બધા બિનગુજરાતી કલાકારોએ પણ પોતાના સુરીલા કંઠે ગરબાના ગીતો ગાયા છે. આ ક્રમમાં બોલિવૂડની પોપ ક્વીન તેમજ આઇકોનિક સિંગર ઉષા ઉથુપ (usha uthup) પણ સામેલ છે. આજે 8 નવેમ્બરે ઉષા ઉથુપનો જન્મદિવસ (Usha Uthup Birthday) છે, ત્યારે અમે તમને જણાવીશું સિંગર ઉષા ઉથુપનું ગુજરાત સાથે શું કનેક્શન છે.

ગુજરાતી ફિલ્મ ‘ચીલઝડપ’માં ગાયેલું ‘અલગારી’ ગીત ધૂમ મચાવી રહ્યું છે
પાવરહાઉસ પર્ફોર્મર ઉષા ઉથુપે તેની ગાવાની અનોખી શૈલીથી લાખો ચાહકોને ડોલાવ્યાં છે. ઉષા ઉથુપે અનેક ભાષાઓમાં ગીતો ગાયા પછી ગુજરાતી થ્રિલર કોમેડીથી ફિલ્મ ‘ચીલઝડપ’ (2019) માં ગીત ગાઈને ઢોલીવુડમાં પ્રવેશ કર્યો છે. ગીતનું શીર્ષક ‘અલગારી’ છે, જે તેણીની યુનિક શૈલીમાં ગવાયેલું શક્તિશાળી ગીત છે. આ ફિલ્મમાં જીમિત ત્રિવેદી, દર્શન જરીવાલા, સોનિયા શાહ અને સુશાંત સિંહ છે. જુઓ આ અલગારી ગીત –

 

ઉષાએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઝૂમી ઉઠી ઓડીયન્સ
આજે આઇકોનિક સિંગર ઉષા ઉથુપના જન્મદિવસે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ઉષા ઉથુપ પ્રખ્યાત ગુજરાતી ગરબા ગીત “પંખીડા તું ઉડી જાજે” ગાતા જોવા મળે છે. તેમની સાથે ગુજરાતના ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલ અને અન્ય ગાયકો પણ છે. આ ગરબા ગીતમાં ઉષાએ જે રીતે તેના મધુર કંઠે સુર રેલાવ્યા છે એ સાંભળીને સૌ કોઈ અવાક રહી જાય. ઉષાએ “પંખીડા તું ઉડી જાજે” ગીત ગાયું અને ઓડીયન્સ ઝૂમી ઉઠી હતી. માણો આ ગીત –

આ પણ વાંચો : Usha Uthup Birthday Special: નવ વર્ષની ઉંમરમાં આપ્યું પહેલું પરફોર્મન્સ, આજે અનેક દેશી-વિદેશી ભાષામાં ગાઈ છે ગીત

આ પણ વાંચો : માધુરી દીક્ષિતના દીકરાએ નાની ઉંમરમાં કર્યું એવું કામ કે જાણીને બધા લોકો થઇ ગયા અચંબિત