Video : શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનો આ વીડિયો થયો વાયરલ, યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

રાકેશ બાપટે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શમિતા સાથે જોવા મળી રહ્યો છે. તેનો આ રીલ વીડિયો દરેકને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં બંને ફિલ્મ 'શેરશાહ' ના ગીત રાંઝા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

Video : શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનો આ વીડિયો થયો વાયરલ, યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા
Shamita and Rakesh Bapat (File Photo)
| Edited By: | Updated on: Oct 04, 2021 | 4:10 PM

Viral Video : બિગ બોસ ઓટીટીમાં ધુમ મચાવનાર શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની જોડી લોકોને ખુબ પસંદ છે. બંને બિગ બોસ ઓટીટીમાં સાથે જોવા મળ્યા હતા, જ્યાં બંને વચ્ચે ઘણી નિકટતા પણ જોવા મળી હતી. હવે તે બંને શોમાંથી બહાર આવી ગયા છે. ત્યારે તાજેતરમાં રાકેશે (Rakesh Bapat) એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે શમિતા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તેના ચાહકો બંનેને સાથે જોવાનું પસંદ કરે છે. ત્યારે આ વીડિયોને કારણે શમિતા શેટ્ટી હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

રાકેશ બાપટે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શમિતા સાથે જોવા મળી રહ્યો છે. તેનો આ રીલ વીડિયો દરેકને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં બંને ફિલ્મ ‘શેરશાહ’ ના ગીત રાંઝા પર ડાન્સ કરતા જોવા મળે છે. બંનેના ચાહકો આ વિડીયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો : Video : કાકાએ ગજબનો જુગાડ કર્યો ! આ હાઈટેક સાઈકલને જોઈને વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા

આ પણ વાંચો :  અટકાયત બાદ પ્રિયંકા ગાંધી સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત ! કસ્ટડીમાં રાખેલા રૂમની કરી રહી છે સફાઈ, જુઓ Video

Published On - 4:01 pm, Mon, 4 October 21