Urvashi Rautelaનો નવો લૂક જોઈ ફેન્સ પણ ચોંકી ગયા, કહ્યું ‘એક સેકન્ડ માટે વિચાર્યું કે તે ઐશ્વર્યા રાય છે

ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર જોવા મળી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તે હંમેશની જેમ સુંદર લાગી રહી હતી.

Urvashi Rautelaનો નવો લૂક જોઈ ફેન્સ પણ ચોંકી ગયા, કહ્યું એક સેકન્ડ માટે વિચાર્યું કે તે ઐશ્વર્યા રાય છે
Urvashi Rautela (File Photo)
| Edited By: | Updated on: Dec 18, 2021 | 2:01 PM

Urvashi Rautela : સંધુએ મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક ક્ષણમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Actress Urvashi Rautela) ત્યાં જજ તરીકે હાજર હતી. ત્યાં હાજર જજોમાં ઉર્વશી સૌથી નાની વયની જજ હતી. મિસ યુનિવર્સ 2021ના નિર્ણાયક બન્યા બાદ તે ખૂબ જ ખુશ અને ભાવુક થઈ ગઈ હતી. ભારતે 21 વર્ષ બાદ મિસ યુનિવર્સ (Miss Universe)નો ખિતાબ જીત્યો છે. મિસ યુનિવર્સ સ્પર્ધા ઈઝરાયેલમાં યોજાઈ હતી. ભારત(India)ને મિસ યુનિવર્સ સ્પર્ધા જીતતા જોવામાં ઉર્વશી રૌતેલાની સિદ્ધિ નોંધપાત્ર છે. મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભારતની જીત બાદ ઉર્વશી રૌતેલા દેશ પરત ફરી છે.

ઉર્વશી રૌતેલાએ બ્લેક black bustier dress પહેરેલી તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram)પર શેર કરી છે. જેમાં તે શાનદાર લાગી રહી છે.

 

 

ચાહકોએ ઉર્વશીના વખાણ કર્યા છે કોઈએ કહ્યું કે, “બાર્બી ડોલ ખૂબ જ અદ્ભુત દેખાઈ રહી છે,” કોઈએ કહ્યું, ‘લાઇફટાઇમ ક્રશ’, એક સેકન્ડ માટે વિચાર્યું કે તે ઐશ્વર્યા રાય છે,ઉર્વશી તાજેતરમાં મિસ યુનિવર્સ સ્પર્ધા (Miss Universe competition)ની 70મી આવૃત્તિમાં જ્યુરી સભ્ય તરીકે જોવામાં આવી હતી, જે હરનાઝ સંધુએ જીતી હતી. તેણીએ અગાઉ મિસ યુનિવર્સ 2015 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 

 

ઉર્વશી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે

વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી રૌતેલા એક મોટા બજેટની સાયન્સ ફિક્શન તમિલ ફિલ્મ સાથે તેની તમિલ કારકિર્દીની શરૂઆત કરશે, જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને IITianની ભૂમિકા ભજવશે. આ પછી તે થ્રિલર ફિલ્મમાં નજર આવવાની છે. ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ‘બ્લેક રોઝ’ સાથેની ‘થિરુતુ પાયલ 2’ની હિન્દી રિમેકનું નામ જાહેર કર્યું છે.

આ વેબ સિરીઝમાં ઉર્વશી રૌતેલા જોવા મળશે

ઉપરાંત, ઉર્વશી રૌતેલા રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં અભિનય કરી રહી છે, જે સુપર કોપ અવિનાશ મિશ્રાની સત્ય ઘટના પર આધારિત બાયોપિક છે.

આ પણ વાંચો : Omicron: જો બ્રિટનની જેમ કેસ વધશે તો ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવશે, ઓમિક્રોનની ફેલાવાની ઝડપ વધુ