Urvashi Rautela એ ઓફ કેમેરા મિત્રો સાથે કરી ખૂબ મસ્તી, વીડિયો થયો વાયરલ

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી તેના ચાહકો માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીનો મસ્તી કરતી એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.

Urvashi Rautela એ ઓફ કેમેરા મિત્રો સાથે કરી ખૂબ મસ્તી, વીડિયો થયો વાયરલ
Urvashi Rautela
| Edited By: | Updated on: Aug 25, 2021 | 8:01 PM

બોલિવૂડ સ્ટાર ઉર્વશી રૌતેલા તેમની ખુબસુરતીથી તેમના ચાહકોને દીવાના કરતી રહે છે. તેની એક્ટિંગની સાથે ઉર્વશી તેની ખાસ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ પોતાની મહેનત અને પ્રતિભાથી બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી છે. સૌથી વધુ બ્યુટી ટાઇટલ જીતનાર ઉર્વશી રૌતેલા એક અદભૂત ડાન્સર અને અભિનેત્રી પણ છે.

ઉર્વશી રૌતેલાની સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ તેના ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે અને તેને વાયરલ કરે છે. ચાહકો હંમેશા અભિનેત્રીની પોસ્ટની રાહ જોતા હોય છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજના સમયમાં અગણિત પ્રોજેક્ટ્સ માટે બેક-ટુ-બેક શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ અભિનેત્રી પોતાનો અંગત સમય કાઢીને પ્રેક્ષકોનું મનોરંજન કરે છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે.

ઉર્વશીએ કરી મસ્તી

ખુબસુરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે, છતાં તે પોતાના પ્રેક્ષકો સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડને પગલે એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં ઉર્વશી રૌતેલા તેની ટીમ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

તેણે વીડિયોનું કેપ્શન આપ્યું, “Often, often, boy I do this often Alors On Danse ”

અહીં જુઓ ઉર્વશી રૌતેલાનો વીડિયો


ઉર્વશી રૌતેલાનું કામ

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા મોટા બજેટની સાયન્સ-ફિક્શન તમિલ ફિલ્મ સાથે પોતાનું તમિલ ડેબ્યુ કરશે. જેમાં તે માઈક્રોબાયોલોજિસ્ટ અને એક આઈઆઈટીયનની ભૂમિકા ભજવશે અને બાદમાં તે ડ્યુઅલ લેંગ્વેજ થ્રીલરમાં જોવા મળશે. ઉર્વશી રૌતેલા ‘બ્લેક રોઝ’ની સાથે સાથે “થિરુતુ પાયલે 2” ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે.

એટલું જ નહીં, અભિનેત્રીને તાજેતરમાં ગુરુ રંધાવા સાથેના તેના ગીત “ડુબ ગએ” અને મોહમ્મદ રમઝાન સાથે “વર્સાચે બેબી” ગીતો માટે બ્લોકબસ્ટર પ્રતિસાદ મળ્યો. ઉર્વશી રૌતેલા જિયો સ્ટુડિયોની વેબ સિરીઝ “ઈન્સ્પેક્ટર અવિનાશ” માં રણદીપ હુડા સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જે સુપર કોપ અવિનાશ મિશ્રા અને પૂનમ મિશ્રાની સાચી વાર્તા પર આધારિત એક બાયોપિક છે.

 

આ પણ વાંચો :- Happy Birthday : ‘તેરે નામ’ માં હતી બેકગ્રાઉન્ડ ડાન્સર, પછી ‘જય હો’ માં સલમાન ખાન સાથે કર્યો રોમાન્સ, જાણો હવે શું કરી રહી છે ડેજી શાહ

આ પણ વાંચો :- Big News : અજય દેવગણના ચાહકો માટે સારા સમાચાર, ‘Maidaan’ અને ‘RRR’ ની હવે નહીં થાય બોક્સ ઓફિસ પર ટક્કર