ઉર્ફી જાવેદે ફ્રન્ટ ઓપન ટોપ પહેરીને ફોટોશૂટ કરાવ્યું, ઇન્ટરનેટ પર મચી ખલબલી

|

Apr 20, 2022 | 8:31 PM

‘શું તેની અદાઓ અને શું તેનું કામણ’ ઉર્ફી જાવેદનો (Urfi Javed) આ ન્યુ લુક અને ફેશન સેન્સ જોઈને લોકોએ આવી પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી કરતાં વધુ સારી રીતે કોણ જાણી શકે કે કપડાં સાથે કેવી રીતે પ્રયોગ કરવો અને તેને નવી શૈલીમાં કેરી કરવી. બેશક, તેની ફેશન સેન્સ ખુબ કિલર છે.

ઉર્ફી જાવેદે ફ્રન્ટ ઓપન ટોપ પહેરીને ફોટોશૂટ કરાવ્યું, ઇન્ટરનેટ પર મચી ખલબલી
Urfi Javed (File Photo)

Follow us on

ઉર્ફી જાવેદ (Urfi Javed) એ ટેલીવુડની (Tellywood) એક એવી અભિનેત્રી છે કે, જે કોઈપણ પ્રકારના પ્રયાસો કર્યા વિના સતત સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ કારણોસર ટ્રોલ (Trolling) થતી રહી છે. જો કે, અભિનેત્રીને લોકોની વાતથી કોઈ જ ફરક પડતો નથી. ઉર્ફી જાવેદ તેની પોસ્ટમાં ખાસ લુકમાં જોવા મળી રહી છે. તેણે ઓલિવ ગ્રીન કલરના શર્ટની સ્લીવ્ઝ સાથે ખાસ ડિઝાઈનનું ટોપ બનાવ્યું છે, જેને પહેરીને ઉર્ફીએ તેનું ફોટોશૂટ કરાવ્યું છે. ઉર્ફી જાવેદ ‘બિગ બોસ ઓટીટી’થી સોશિયલ મીડિયા પર રાજ કરી રહી છે.

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ ફ્રન્ટ ઓપન ક્રોપ ટોપમાં જોવા મળી છે. આ ટીલ ગ્રીન કલરના ફ્રન્ટ ઓપન રીવીલિંગ ટોપ સાથે, ઉર્ફીએ એક અનોખા બ્રાઉન રંગનું ટ્રાઉઝર કેરી કર્યું છે, જેમાં એક ટ્રાઉઝરની ઉપર બીજું ટ્રાઉઝર જોડાયેલું છે.

ઉર્ફીનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પહેલા તો ઉર્ફીના અજીબોગરીબ ઇનરવેરની ચર્ચા થતી હતી, પરંતુ જ્યારથી ઉર્ફીએ કહ્યું છે કે તેણે આ ટોપ તેના શર્ટની સ્લીવમાંથી બનાવ્યું છે, ત્યારથી તેના હુન્નરની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઉર્ફીએ ફ્રન્ટ ઓપન ગ્રીન ટોપ સાથે તેના મેકઅપ લુકને ખૂબ જ ગ્લેમરસ ટચ આપ્યો છે. ન્યૂડ બ્રાઉન લિપસ્ટિક, મસ્કરા અને બ્લશરથી અભિનેત્રીએ તેના મેકઅપથી કુલ લૂક પ્રદર્શિત કર્યો છે.

જો તેણીની હેરસ્ટાઇલની વાત કરીએ તો, ઉર્ફીએ ઝિગ-ઝેગ મિડલ પાર્ટેડ હેર લુક સાથે સ્લીક બન બનાવ્યું છે. તેણે ટ્રેન્ડી ઇયરિંગ્સ સાથે પોતાનો આ યુનિક લુક કમ્પ્લીટ કર્યો હતો. ઉર્ફી આ લુકમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં ઉર્ફીના કિલર એટીટ્યુડ અને યુનિક સ્ટાઇલની તેના ફેન્સ ખુબ પ્રસંશા કરી રહયા છે.

 

ઉર્ફીની આ જુના કપડાંમાંથી નવા કપડાં બનાવવાની પ્રતિભાથી ચાહકો ખૂબ જ પ્રભાવિત છે. કેટલાક ઉર્ફીને હોટ કહી રહ્યા છે તો કેટલાક ખૂબસૂરત કહી રહ્યા છે. તમને ઉર્ફીનો આ લૂક કેવો લાગ્યો છે ?? અમને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો…

 

આ પણ વાંચો – ઉર્ફી જાવેદે મચ્છરદાની કરતાં પણ પારદર્શક ડ્રેસ પહેર્યો, જુઓ વાયરલ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article