Urfi Javed : કરિયાણું ભરવાના કોથળામાંંથી બનાવ્યા કપડાં ! વીડિયોમાં બતાવ્યું ‘ટશન’

તાજેતરમાં જ ઉર્ફીએ (Urfi javed )તેના ઇન્સ્ટાગ્રામ પર કોથળામાંથી બનેલા  સ્કર્ટ અને ટોપ પહેરેલો વીડિયો મૂક્યો હતો . તો જોઇને લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.  

Urfi Javed : કરિયાણું ભરવાના કોથળામાંંથી બનાવ્યા કપડાં ! વીડિયોમાં બતાવ્યું ટશન
Urfi javed
| Edited By: | Updated on: Jun 05, 2022 | 9:01 AM

સોશ્યિલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ (Urfi Javed) ક્યારે શું કરશે તે કોઈને ખબર નથી પડતી. તમે જે વિચારો છો તેનાથી ઉર્ફી જાવેદ ચાર ડગલાં આગળ વિચારતી હોય છે. તે એવું કંઇક કરીને આવતી હોય છે જે તમે વિચારી પણ શકતા નથી. આ વખતે તો ઉર્ફીએ એ કરી બતાવ્યું છે. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તમે એનો વીડિયો (Video) જોશો તો ઘડીક તમે પણ વિચારમાં પડી જશો કે અરે, ઉર્ફી આ શું કરી રહી છે ?

 

શણના કોથળામાંથી બનાવ્યો ડ્રેસ

ઉર્ફી જાવેદ ચિત્ર વિચિત્ર ડ્રેસ પહેરવા માટે જાણીતીછે પરંતુ આ વખતે તો તેણે ફેશનની બધી હદો પાર કરી દીધી છે. અને શાકબાજી કે ઘઉ, ચોખા કે અન્ય કરિયાણાની વસ્તુઓ ભરવા માટે વપરાતા કોથળામાંથી પોશાક બનાવી લીધો છે. આવા કોથળાનો ઉપયોગ ઘણા ઘરોમાં પગલૂછણિયા તરીકે થતો હોય છે તમે વિચારો કે ઉર્ફી એ તેનો પોશાક કેવી રીતે બનાવ્યો હશે. જો તમે એ અંગે વિચારી પણ શકતા ન હો તો ઉર્ફીએ આ વીડિયો તમારા માટે જ મૂક્યો છે

વીડિયોમાં જોવા મળી ઉર્ફીની કારીગરી

 

ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂક્યો છે જેમાં જોવા મળે છે કે તે પહેલા તો બધાને કોથળો બતાવેછે ત્યાર બાદ ગણતરીની મીનિટમાં તે કોથળામાંથી બનાવેલા એકદમ ટૂંકા સ્કર્ટ અને ટોપ પહેરેલી જોવા મળી રહીછે. એક પળ માટે તો તમારી આંખો વિશ્વાસ નહીં કરે કે ઉર્ફીએ આ ડ્રેસ 10 મિનિટમાં બનાવી લીધો છે.

પીરિયડ્સ અંગે આપ્યું નિવેદન

થોડા સમય પહેલા ઉર્ફીએ એરપોર્ટ ઉપર પાપારાઝીને પીરિયડ અંગે નિવેદન આપ્યું હતું. પાપારાઝીએ તેને પૂછ્યું હતું કે કે પીરિયડ આવતા હોય તે સ્ત્રીને અછૂત માનવામાં આવે છે. તો તેનો જવાબ આપતા ઉર્ફીએ કહ્યું કે શું તમે 10મી સદીમાં જીવો છો આવું તમારે ત્યાં થતું હશે મારી ત્યાં આ બધું નથી ચાલતું. પીરિયડ વાળી ઉર્ફીની વાતમાં દમ છે પરંતુ આ કોથળામાંથી બનેલો આટલો ટૂંકો ડ્રેસ…. તેના પ્રશંસકો માટે આ વાત પચાવવી મુશ્કેલ છે કે ઉર્ફી કોથળાનો ડ્રેસ પણ પહેરી શકે છે.