લગ્નની 21 મી વર્ષગાંઠ પર ટ્વીંકલ ખન્નાએ અક્ષય કુમારને સોશીયલ મીડીયા પર આ રીતે આપી શુભકામના, લોકોનુ જીતી લીધુ દીલ!

|

Jan 17, 2022 | 10:17 PM

ટ્વિંકલ ખન્ના કહે છે કે જો તેઓ આજે મળ્યા હોત તો અક્ષય કુમાર તેને 'ભાભીજી' કહીને બોલાવતા હોત.

લગ્નની 21 મી વર્ષગાંઠ પર ટ્વીંકલ ખન્નાએ અક્ષય કુમારને સોશીયલ મીડીયા પર આ રીતે આપી શુભકામના, લોકોનુ જીતી લીધુ દીલ!
Twinkle Khanna & Akshay Kumar (Image Source : Instagram)

Follow us on

અક્ષય કુમાર (Akshay Kumar )અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આજે તેમની 21મી વેડિંગ એનિવર્સરી (Marriage Anniversary) સેલિબ્રેટ કરી રહ્યા છે. આ કપલના ચાહકો તેમના પર ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. આ ખાસ દિવસે ટ્વિંકલ પણ તેના પતિને શુભેચ્છા પાઠવવા ઈન્સ્ટાગ્રામની મદદ લીધી, અને તેના પોતાના અનોખા અંદાજમા શુભેચ્છા પાઠવી. એક લેખક હોવાને કારણે, ટ્વિંકલે તેની પોસ્ટના કૅપ્શન તરીકે તેની વર્ષગાંઠની એક મજાક શેર કરી. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ (Akshay Kumar and Twinkle Khanna Marriage Anniversary)  પર પોતાની અને અક્ષયની એક તસવીર શેર કરી છે, જેમાં બંને એક કેફેમાં એકબીજાની સામે બેઠા છે. ઓરેન્જ હૂડી અને બ્લેક કેપ પહેરીને, અક્ષય ટ્વિંકલની આંખોમાં જોઈ રહ્યા છે. જ્યારે બેજ કલરનુ સ્વેટર અને બ્લેક પેન્ટમાં ટ્વીંકલ પણ અક્ષય તરફ હસતી જોવા મળી રહી છે.

આ ખૂબ સરસ તસવીર સાથે ટ્વીંકલે કેપ્શનમાં લખ્યું છે,  “અમારી 21મી વર્ષગાંઠ પર, અમારી ચેટ.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હું: તમે જાણો છો, અમે એટલા અલગ છીએ કે જો આપણે આજે પાર્ટીમાં મળીએ, તો મને ખબર નથી કે હું તમારી સાથે વાત કરીશ કે નહીં.

અક્ષય: હું તમારી સાથે ચોક્કસ વાત કરીશ. હું: મને આશ્ચર્ય નથી. તો શું હું તમને પસંદ છું?

તમે મને પૂછશો ? અક્ષય: ના, હું કહીશ, ‘ભાભીજી, ભાઈ, બાળકો કેમ છે, ઠીક છે? ઓકે નમસ્તે.’ #21yearsoftaughter.”

તમને જણાવી દઈએ કે, અક્ષય અને ટ્વિંકલના લગ્ન 17 જાન્યુઆરી, 2001ના રોજ થયા હતા. તેમના લગ્નનો એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે, જે આ જોડીએ કરણ જોહરના શો કોફી વિથ કરણમાં વર્ણવ્યો હતો. વાર્તા આ પ્રકારની છે, અક્ષય ટ્વિંકલને ખૂબ જ ઈચ્છતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ આ દરમિયાન ટ્વિંકલ ખન્નાની ફિલ્મ ‘મેલા’ રિલીઝ થવાની હતી.

અક્ષયની વાત માનીએ તો ટ્વિંકલે તેની સામે એક શરત મૂકી હતી, જેમાં તેણે અક્ષયને કહ્યું હતું કે જો તેની ફિલ્મ ‘મેલા’ નહીં ચાલે તો તે લગ્ન કરી લેશે. અને આવું જ કંઈક થયું. વર્ષ 2000માં આવેલી તેમની ફિલ્મ મેલા ફ્લોપ રહી અને બંનેએ લગ્ન કરી લીધા.

આ પણ વાંચો : Good News: ‘પુષ્પા’ પછી અલ્લુ અર્જુનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે, 2020માં તેલુગુ ઈન્ડસ્ટ્રીની સૌથી સુપરહિટ ફિલ્મ હતી

Next Article