TV9ના ‘ઘોરર બાયોસ્કોપ એવોર્ડ્સ 2023’ની ધૂમ, OTT-ટીવી સિરિયલ્સના એક્ટર્સને મળ્યુ સન્માન

|

Jun 18, 2023 | 8:55 AM

માહિતી અને પ્રસારણ અને યુવા અને રમતગમત બાબતોના પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે 'TV9 બાંગ્લા ઘોરર બાયોસ્કોપ એવોર્ડ્સ 2023'માં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

TV9ના ઘોરર બાયોસ્કોપ એવોર્ડ્સ 2023ની ધૂમ, OTT-ટીવી સિરિયલ્સના એક્ટર્સને મળ્યુ સન્માન

Follow us on

TV9 ન્યૂઝ નેટવર્કની ન્યૂઝ ચેનલ ‘TV9 બાંગ્લા’એ શનિવારે તેનો પ્રથમ એવોર્ડ પ્રોગ્રામ ‘TV9 બાંગ્લા ઘોરર બાયોસ્કોપ એવોર્ડ્સ 2023’નું આયોજન કર્યું હતું. બંગાળી ટીવી સીરીયલ અને ઓટીટી ઈન્ડસ્ટ્રીઝમાં બતાવવામાં આવતી સ્કિલ અને કલાકારોને સન્માનિત કરવા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદભૂત એવોર્ડ સમારોહ TV9 બાંગ્લા ટીવી અને OTT એવોર્ડની શરૂઆત પણ કરી રહ્યો છે. બંગાળમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક અગ્રણી હસ્તીઓએ ભાગ લીધો હતો.

માહિતી અને પ્રસારણ અને યુવા અને રમતગમત બાબતોના પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે ‘TV9 બાંગ્લા ઘોરર બાયોસ્કોપ એવોર્ડ્સ 2023’માં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ અને ફિરહાદ હકીમ, બ્રિત્યા બસુ જેવા રાજ્ય મંત્રીઓએ પણ ભાગ લીધો હતો. તે જ સમયે, કોલકાતાના મેયર પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. આવો જાણીએ શું છે આ સમગ્ર કાર્યક્રમ અને તેમાં કઈ સિરિયલો અને કલાકારોને તેમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Arun Govil On Adipurush: ‘આદિપુરુષ’ પર રામાયણના ‘રામ’ થયા ગુસ્સે, કહ્યું- આસ્થા સાથે છેડછાડ યોગ્ય નથી

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

શું છે ‘TV9 બાંગ્લા ઘોરર બાયોસ્કોપ એવોર્ડ્સ 2023’?

દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9 ગ્રુપની ‘TV9 બાંગ્લા’ ચેનલ બેસ્ટ બાંગ્લા સિરિયલ અને OTT સિરીઝને એવોર્ડથી સન્માનિત કરી રહી છે. નાના પડદા પર લોકોનું મનોરંજન કરનાર સિરિયલો અને ઓટીટી સિરીઝને અદભૂત કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. બાંગ્લા ન્યૂઝ ચેનલ દ્વારા આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં સિલ્વર સ્ક્રીન અને એન્ટરટેઈનમેન્ટની દુનિયાના જાણીતા લોકોએ ભાગ લીધો છે. કાર્યક્રમમાં મ્યૂઝિક અને ડાન્સનો પણ તડકો પણ લગાવવામાં આવ્યો છે.

કોણ કરી રહ્યું છે બેસ્ટ સિરિયલ્સ અને OTT સિરિઝની પસંદગી?

બેસ્ટ સિરિયલ્સ અને OTT સિરિઝ પસંદ કરવા માટે જજની એક આખી પેનલ છે. આ પેનલમાં ટેલિવિઝન, થિયેટર, મ્યુઝિક અને મનોરંજન સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. તેઓએ ટોચની રેટેડ ટેલિવિઝન સિરિયલો, OTT શો અને તેમની કાસ્ટ અને ક્રૂ પસંદ કરી છે. ટેલિવિઝન સિરિયલો અને OTT બંનેમાં અલગ અલગ કેટેગરીમાં શ્રેષ્ઠ કલાકારો અને શોને પસંદ કરવામાં આવ્યા છે.

શું છે નોમિનેશન ક્રાઈટેરિયા?

  • ટેલિવિઝન સિરિયલો અને વેબ સિરીઝ બાંગ્લા ભાષામાં હોવી જોઈએ.
  • બંગાળી ભાષામાં ટેલિવિઝન સિરિયલો અથવા વેબ સિરીઝના પ્રસારણમાં કોઈ કાનૂની અવરોધ ન હોવો જોઈએ.
  • ટેલિવિઝન સિરિયલ અથવા વેબ સિરીઝ 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023ની વચ્ચે ટેલિકાસ્ટ થવી જોઈએ.
  • ટેલિવિઝન સિરિયલ અથવા વેબ સિરીઝ વધારે એપિસોડમાં પ્રસારિત થવી જોઈએ.
  • નોમિનેશન 5 મે 2023થી 20 મે 2023 સુધી સબમિટ કરવામાં આવ્યા હતા.
  • 20 મે, 2023 પછી નોમિનેશન સબમિટ કરવા માટેની એન્ટ્રી ફી રૂ. 25,000 હતી.
  • 20 મે 2023 સુધીમાં નોમિનેશન સબમિટ કરવા માટે કોઈ પ્રવેશ ફી નહતી.
  • સંબંધિત ટેલિવિઝન સિરિયલ અથવા વેબ સિરીઝમાંથી 3થી 5 મિનિટની ક્લિપિંગ નોમિનેશન સાથે સબમિટ કરવી જોઈએ.
  • ક્લિપિંગ્સને ગૂગલ ડ્રાઈવમાં એમ્બેડ લિંક્સ અથવા YouTube લિંક્સ તરીકે સબમિટ કરી શકાય છે. આ સાથે 300 શબ્દોનો સારાંશ પણ રજૂ કરવાનો રહેશે.

હાલમાં ટીવી સિરિયલો અને વેબ સિરીઝની પસંદગી તેના આધારે કરવામાં આવી છે. પસંદગીની ટીવી સિરિયલો અને વેબ સિરીઝમાં જે પણ બેસ્ટ હશે, તેની પેનલ દ્વારા પસંદગી કરવામાં આવશે.

TV9 બાંગ્લાએ પોતાની અલગ ઓળખ બનાવી

દેશના નંબર વન નેટવર્કનો એક ભાગ ટીવી9 બાંગ્લાએ 14 જાન્યુઆરી, 2021ના રોજ તેની સફરની શરૂઆત કરી હતી. TV9 બાંગ્લાએ ખૂબ જ ઓછા સમયમાં દર્શકોના મનમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. TV9 બાંગ્લા તેના સાહસિક પત્રકારત્વ માટે જાણીતું છે. ચેનલના અનેક કાર્યક્રમોને લોકોએ વખાણ્યા છે. ખૂબ જ ટૂંકા ગાળામાં TV9 બાંગ્લાએ દર્શકોમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:21 am, Sun, 18 June 23

Next Article