પ્રખ્યાત ટીવી અભિનેત્રી માધવી ગોગાટેનું (Madhavi Gogate) રવિવારે અવસાન થયું છે. તેમની આકસ્મિક વિદાય ટીવી જગતના લોકો માટે ઘેરા આઘાત સમાન છે. અનુપમાની માતા તરીકે ખાસ ઓળખ મળી હતી. ટીવી સિરિયલ ‘અનુપમા’થી. આ ટીવી સિરિયલમાં તેણે રૂપા ગાંગુલીની માતાની ભૂમિકા ભજવી હતી. તેમની વિદાયને કારણે તેમના નજીકના મિત્રો તેમજ તેમના ફેન્સને ઘણું દુઃખ થયું છે. માધવી ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો હતો
કોરોનાથી પીડિત હતા
અહેવાલો અનુસાર, અભિનેત્રી માધવી ગોગટે કોરોનાથી પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી રવિવારે બપોર સુધી તકલીફ સહન કરીને આ દુનિયાને અલવિદા કહી દીધું. એવા અહેવાલો પણ આવ્યા હતા કે માધવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત બગડવા લાગી અને રવિવારે બપોરે તેનું મોત થઈ ગયું. માધવીના નિધનથી સમગ્ર ટીવી જગત શોકમાં છે.
તેની કો-સ્ટાર રૂપાલી ગાંગુલીએ શોક વ્યક્ત કર્યો હતો
ટીવી સિરિયલ ‘અનુપમા’માં તેની કો-સ્ટાર રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તેના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી હતી. એક પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે ઘણું બધું ના કહેલું છે, સદગતિ માધવી જી.
આ સાથે માધવીની ખાસ મિત્ર નીલુ કોહલીએ તેની તસવીર શેર કરી અને લખ્યું કે માધવી ગોગટે મારી પ્રિય મિત્ર, ના, હું વિશ્વાસ કરી શકતી નથી કે તેં મને છોડી દીધી છે. દિલ તૂટી ગયું છે. તમે જવા માટે એટલા વૃદ્ધ ન હતા, તમે ખૂબ નાના હતા. આ કોવિડ, હું ઈચ્છું છું કે જ્યારે તમે મારા મેસેજનો જવાબ ન આપ્યો ત્યારે મેં ફોન ઉપાડ્યો હોત અને તમારી સાથે વાત કરી હોત. હવે હું માત્ર અફસોસ કરી શકું છું.
ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું
માધવી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટિવ હતી. તેણે ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. તે મરાઠી ફિલ્મોમાં વધુ સક્રિય હતી. તેણે અશોક સરાફ સાથે મરાઠી ફિલ્મ ‘ઘનચક્કર’માં કામ કર્યું હતું. જે બાદ તેના કામને નવી ઓળખ મળી. તેમણે નાટકો પણ કર્યા જેમાં ‘ગેલા માધવ કુનિકડે’ અને ‘ભ્રમચા ભોપાલા’ મુખ્ય હતા. માધવીએ ટીવી સિરિયલો ‘કોઈ અપના સા’, ‘ઐસા કભી સોચા ના થા’, ‘કહીં તો હોગા’માં કામ કરીને પોતાની અભિનય યાત્રા આગળ વધારી.
આ પણ વાંચો : અજય દેવગણને બોલીવુડમાં 30 વર્ષ પુરા થતા અમિતાભ બચ્ચને કંઈક આ અંદાજમાં આપી શુભેચ્છા, બતાવ્યો પહેલી મુલાકાતનો અનુભવ
આ પણ વાંચો : છુટાછેડાના સમાચાર વચ્ચે ખાસ અંદાજમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મનાવશે વેડિંગ એનિવર્સરી, આ છે સ્પેશિયલ પ્લાન
Published On - 9:37 am, Mon, 22 November 21