Armaan Kohli Drugs Case : અરમાન કોહલીની વધી શકે છે મુશ્કેલી, ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિમાંથી 2 વિદેશી

|

Sep 01, 2021 | 11:15 AM

અરમાન કોહલી જ્યારે બિગ બોસમાં (Bigg Boss) ગયો ત્યારે તેની કારકિર્દીને નવી ઓળખ મળી હતી. ઉપરાંત બિગ બોસમાં તે તનિષા મુખર્જીને કારણે ચર્ચામાં રહ્યો હતો.

Armaan Kohli Drugs Case : અરમાન કોહલીની વધી શકે છે મુશ્કેલી, ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિમાંથી 2 વિદેશી
Armaan Kohli (File Photo)

Follow us on

Armaan Kohli Drugs Case :  ડ્રગ્સ કેસમાં 28 ઓગસ્ટના રોજ બોલિવૂડ અભિનેતા અરમાન કોહલી અને પેડલર અજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. અભિનેતા અરમાન કોહલીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Bureau of Narcotics Control)એ તેના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ અટકાયત કરી હતી. અરમાનની ધરપકડ પહેલા NCB દ્વારા તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અરમાનની ધરપકડ બાદ સેન્ટ્રલ એન્ટી ડ્રગ એજન્સીએ (Central Anti-Drug Agency) ટેલિવિઝન અભિનેતા ગૌરવ દીક્ષિતને પણ કસ્ટડીમાં લીધો હતો. હવે પિંકવિલા સાથેની વાતચીતમાં મહારાષ્ટ્ર અને ગોવા NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (Samir Wankhede) જણાવ્યુ છે કે, તેઓએ આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાંથી બે વિદેશી છે.

ડ્રગ્સ કેસ અંગે સમીર વાનખેડે શું કહ્યુ ?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ અરમાન કોહલીને (Armaan Kohli) કોકેન સપ્લાય કરતો હતો, જ્યારે બીજો MD ડ્રગ સપ્લાય કરતો હતો. તેમણે વધુમાં જણાવ્યું છે કે ફિલ્મોમાં બોડીગાર્ડ તરીકે કામ કરતા અન્ય નાઇજિરિયન અને ઘણા ફિલ્મ સ્ટાર્સના બોડીગાર્ડ તરીકે પણ કામ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ સિવાય, અમે અરમાન ડ્રગ્સ કેસના (Drugs Case) જૂથમાંથી વધુ બે લોકોને પકડ્યા છે, જે અંગે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અરમાનના કેસમાં આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. ત્યારે બુધવારે સ્પષ્ટ થશે કે અરમાન થોડા વધુ દિવસો સુધી કસ્ટડીમાં રહેશે કે તેને જામીન મળશે.ઉલ્લેખનીય છે કે, અરમાનને NCB દ્વારા ડ્રગ્સ (Drugs) રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર ફાઈનેસિંગ અને આરોપીઓને સુરક્ષા આપવાનો પણ આરોપ છે.

જાણો અભિનેતા અરમાન કોહલી વિશે

તમને જણાવી દઈએ કે અરમાન લાંબા સમયથી ફિલ્મોથી ભલે દૂર રહ્યો હોય, પરંતુ તે હજુ પણ ખૂબ મશહુર છે. અરમાન બોલિવૂડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક રાજકુમાર કોહલીનો (Rajkumar Kohli) પુત્ર છે. અભિનેતાએ 1992 માં આવેલી ફિલ્મ “વિરોટી”થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે અરમાનની ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી.

 

આ પણ વાંચો: Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

આ પણ વાંચો: Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

Published On - 11:13 am, Wed, 1 September 21

Next Article