Women Sport Stars: મેરી કોમથી લઈને દંગલ સુધી, મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક અત્યંત પ્રેરણાદાયક

|

Feb 07, 2022 | 1:03 PM

Top 5 Women Sport Stars: ચાલો આજે અમે તમને બોલીવુડની 5 શ્રેષ્ઠ મહિલાઓ પ્રેરિત સ્પોર્ટ્સ આધારિત બાયોપિક વિશે જણાવીએ જેમણે લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

Women Sport Stars: મેરી કોમથી લઈને દંગલ સુધી, મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક અત્યંત પ્રેરણાદાયક
Parineeti Chopra ( Saina movies - photo)

Follow us on

Top 5 Women Sport Stars: પુરૂષો જે પણ કરી શકે છે, તે મહિલાઓ પણ વધુ સારી રીતે કરી શકે છે. પછી તે પોતાની આજીવિકા માટે કમાવવાની હોય કે પછી કોઈપણ રમતમાં પોતાની તાકાત બતાવવાની હોય. આપણા દેશની ઘણી મહિલા ખેલાડીઓ તેનું જીવંત ઉદાહરણ છે અને તેમના જીવનને મોટા પડદા પર બાયોપિક્સ (Biopic) દ્વારા ખૂબ જ શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે. મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સ (Women’s Sports Stars)ના જીવનથી પ્રેરિત આ ફિલ્મોને માત્ર ખૂબ જ પસંદ કરવામાં આવી નથી પરંતુ તે લોકો માટે ખૂબ પ્રેરણાદાયી પણ છે.

દંગલ

દંગલએ 2016ની બાયોપિક સ્પોર્ટ્સ ફિલ્મ છે જે કોમનવેલ્થ ગોલ્ડ મેડલ વિજેતા કુસ્તીબાજો ગીતા ફોગાટ અને બબીતા ​​કુમારીના જીવન પર આધારિત છે. ગીતા ફોગાટ 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ કુસ્તીબાજ બની હતી અને ઓલિમ્પિક સમર ગેમ્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ પણ બની હતી. દંગલ આવી જ એક સુપરહિટ ફિલ્મ છે જેમાં પૂર્વ કુસ્તીબાજ મહાવીર સિંહ ફોગટના પિતાની સફર દર્શાવવામાં આવી છે. પોતાની દીકરીઓને વર્લ્ડ ક્લાસ એથ્લેટ બનાવવાના પિતાના સંકલ્પને ફિલ્મમાં દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો છે.

મેરી કોમ

6 વખતની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમના જીવન પર આધારિત એક એવી ફિલ્મ છે જેણે દરેક ભારતીયના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ચુંગનેઇજાંગ મેરી કોમે એટલા બધા મેડલ જીત્યા છે કે તેની ગણતરી આંગળીના વેઢે કરવી મુશ્કેલ છે. મેરી કોમને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મ શ્રીથી પણ સન્માનિત કરવામાં આવી છે. મેરી કોમની આ વાસ્તવિક યાત્રા દિગ્દર્શક ઓમંગ કુમાર દ્વારા પ્રિયંકા ચોપરા પર સ્પોર્ટ્સ બાયોપિક બનાવવામાં આવી હતી, જેને ‘મેરી કોમ’ નામ આપવામાં આવ્યું હતું.  આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સાયના

ભારતમાં બેડમિન્ટનની રમતને નવી ઉંચાઈઓ પર લઈ જતા, સાઈના નેહવાલે ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 24 થી વધુ આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા છે. સાઈના નેહવાલની બાળપણથી લઈને અત્યાર સુધીની સફરને આ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવી છે. પરિણીતી ચોપરાની 2021માં આવેલી ફિલ્મ ‘સાઇના’નું નિર્દેશન અમોલ ગુપ્તેએ કર્યું હતું. મધ્યમ વર્ગના પરિવારમાંથી એક વિશ્વસ્તરીય એથ્લેટ સુધીની સાઇના નેહવાલની સફરની પ્રશંસા કરવામાં આવી હતી.

સાંડ કી આંખ

સાંડ કી આંખ એ ચંદ્રો તોમર પર આધારિત ફિલ્મ છે, જેને શૂટર દાદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુએ તેમની ભૂમિકા ભજવી છે.બંને ઉત્તર પ્રદેશના જોહરી ગામના શાર્પ શૂટર છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ બંનેએ 60 વર્ષની ઉંમરે તેમની શાર્પ શૂટિંગ સ્કિલથી અન્ય મહિલાઓને પ્રેરણા આપી છે. તમને જણાવી દઈએ કે 1999માં શૂટિંગ શીખ્યા બાદ ચંદ્રો તોમરે 30થી વધુ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. પ્રકાશી તોમરે 25 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે.

ચક દે ઈન્ડિયા

ચક દે ઈન્ડિયા શિમિત અમીન અને રોબ મિલર દ્વારા નિર્દેશિત ભારતીય સ્પોર્ટ્સ ફિલ્મ સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ એક હોકી પર આધારિત ફિલ્મ છે જેમાં શાહરૂખ ખાને હોકી કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં મહિલા હોકી ખેલાડીઓનું જબરદસ્ત પ્રદર્શન બતાવવામાં આવ્યું છે. જો કે આ ફિલ્મ કોઈ એક મહિલા સ્પોર્ટ્સ સ્ટારના જીવન પર આધારિત નથી, પરંતુ આ ફિલ્મમાં મહિલા હોકી ટીમના ઉત્સાહ, જુસ્સા અને જબરદસ્ત પ્રદર્શન બાદ આ ફિલ્મના દરેક કલાકારની ખૂબ પ્રશંસા થઈ.

આ પણ વાંચો : Lata Mangeshkar Interview: લતા મંગેશકર ઈચ્છતી હતી કે લોકો તેમને આ રીતે યાદ કરે, એમ એક ઈન્ટરવ્યુમાં તેમના દિલની વાત કહી હતી

Next Article