નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં, જેઠાલાલ (Jethalal) તેમના પરિવાર અને મિત્રો માટે ખાસ જલેબી-ફાફડા મિજબાનીનું આયોજન કરે છે. જેઠાલાલના આ આમંત્રણ પર, તમામ પુરુષ મંડળ ખૂબ જ આતુરતાથી ગડા પરિવારના ઘરે પહોંચે છે.
ડોક્ટર હાથી જેઠાલાલના ઘરે થવાની દાવત વિશે સૌથી વધુ ઉત્સુક છે. ડોક્ટર હાથી જેઠાલાલના ઘરે સમય પહેલા જ પહોંચી જાય છે. જેઠાલાલ જ્યારે ટેબલ સજાવ્યા બાદ થાળી પીરસવાના હોય છે ત્યારે ડૉક્ટર હાથી ખાવાની ખુશ્બૂથી પોતાને રોકી શકતા નથી.
જલેબી-ફાફડા થયા ગાયબ
ખાવાનું સામે છે પણ પોતાના મિત્રોની રાહ જોવી પણ જરૂરી છે. જેવું જ પુરુષ મંડળ આવે કે તરત જ જેઠાલાલ દરેકને જલેબી અને ફાફડા પીરસે છે અને પછી જેઠાલાલ પોતાની થાળીમાં ખાવાનું લેવા જાય છે ત્યારે ટેબલ પરથી બધી જલેબી-ફાફડા ગાયબ થઈ ચુક્યા હોય છે.
જેઠાલાલ થયા પરેશાન
એટલું જ નહીં, મિત્રો માટે પીરસવામાં આવેલું ખાવાનું મિત્રો ખાય તે પહેલા જ તેમની થાળીઓમાંથી ભોજન સમાપ્ત થઈ જાય છે. હવે ન તો થાળિયોમાં ખાવાનું છે અને ન ટેબલ પર. જેઠાલાલ આશ્ચર્યચકિત છે કે તેમણે દરેકને ભોજન પીરસ્યું હતું અને ટેબલ પર મૂક્યું હતું, તો બધું ખાવાનું ક્યાં ગાયબ થઈ ગયું.
જલેબી ફાફડા જેઠાલાલ અને તમામ પુરુષ મંડળને ખૂબ જ પ્રિય છે પરંતુ જેઠાલાલને કમનસીબે પોતાની દાવતમાં ભોજન ન મળ્યું. શું ડો. હાથીએ, જેઠાલાલ અને અન્ય પુરુસ મંડળનાં હિસ્સાનું ખાવાનું પૂરું કરી દીધું છે કે તેમણે ખાવાનું ક્યાંક છુપાવી દીધું છે?
જેઠાલાલની આ પરિસ્થિતિ રમુજી છે પણ દાવતની ખરી મજા ડો.હાથીએ લીધી છે. કેવી હશે જલેબી-ફાફડાની દાવત તે જાણવા માટે તમારે શો જોવો પડશે.
આ પણ વાંચો :- Birthday Special: એક મરાઠી ફિલ્મના સેટ પર સચિનને મળ્યા હતા Supriya Pilgaonkar, દત્તક લીધેલી પુત્રીને લઈને આવ્યા હતા ચર્ચામાં
આ પણ વાંચો :- Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’