સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા વર્ષોથી દર્શકોના દિલ જીતી રહી છે. આ શોનું દરેક પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. તે જેઠાલાલ હોય કે મેહતાનું પાત્ર, ચાહકો દરેકને ખૂબ પસંદ કરે છે. આ શોમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. થોડા સમય પહેલા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે (Dilip Kumar) આ દુનિયાને અલવિદા કહી દિધી હતી. હવે આગામી એપિસોડમાં આ શો દિલીપ કુમારને અનોખી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છે.
વાસ્તવમાં તારક મેહતા હિન્દી ફિલ્મ જગતના મહાન અભિનેતા પર એક લેખ લખે છે, જેની ચર્ચા અને પ્રશંસા થાય છે. તમામ પુરૂષ મંડળ પણ તારક મેહતાના ઘરે ભેગા થઈને તે લેખ અને દિલીપજીની યાદગાર સિનેમેટિક યાત્રાને યાદ કરે છે. જેઠાલાલ બાપુજીના કહેવા પર દિલીપ કુમારની મુગલ-એ-આઝમ ફિલ્મના સીનનો અભિનય કરે છે. તે પછી બધા ગોકુલધામ રહેવાસીઓ તેમની ફિલ્મોના ગીત માળા ગાઈને તેમની સાંજ પસાર કરે છે.
દિલીપ કુમાર 6 જુલાઈએ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમને છેલ્લા ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા હતા, પરંતુ આ વખતે તેઓ ઘરે જઈ શક્યા ન હતા.
અંજલી તેમની વાત પર હસે છે અને બંને ભોજન લેવા આવે છે, ભોજન પછી ગોકુલ ધામના બધા જેન્ટ્સ મેહતા સાહેબને સોડા પીવા બોલાવે છે. પછી મહેતા સાહેબ કહે છે કે આજે અંજલીએ મને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું. અંજલી કહે છે “તમે બધા પણ થોભો અને હું તમારા બધા માટે લીચીનો જ્યુસ બનાવું”. દરેક વ્યક્તિ આ સાંભળીને ચોંકી જાય છે અને જેઠાલાલ કહે છે કે “અંજલી ભાભી આજે આ અજુબો કેવી રીતે થઈ ગયો, તમે મેહતા સાહેબને મસાલેદાર ખોરાક ખવડાવ્યો અને હવે આ લીચીનું જ્યુસ”.
આ પણ વાંચો :- John Abraham Net Worth : અભિનયની સાથે બિઝનેસમાં પણ જોન અબ્રાહમે લગાવ્યા છે ઘણા પૈસા, કરોડોના બિઝનેસના માલિક છે કલાકાર
આ પણ વાંચો :- Throwback: 9માં ધોરણમાં બની હતી સુશાંત સિંહ રાજપૂતની પહેલી ગર્લફ્રેન્ડ, પ્રથમ ક્રશનો પણ કર્યો હતો ખુલાસો