TMKOC : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન છો ? તો આ જુની તસવીરોમાં તમારા ફેવરિટ કલાકારને ઓળખી બતાવો

|

Oct 24, 2021 | 8:58 AM

અભિનેતા તન્મય વેકરિયાએ (Tanmay Vekaria) પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah)  ટીમની ખૂબ જૂની તસવીર શેર કરી છે.

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન છો ? તો આ જુની તસવીરોમાં તમારા ફેવરિટ કલાકારને ઓળખી બતાવો
Photo Credit : Instagram @TanmayVekaria

Follow us on

છેલ્લા 13 વર્ષથી ભારતીય ટેલિવિઝન પર પ્રભુત્વ ધરાવતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને પસંદ કરનારાઓ માટે આજે અમે એક ખાસ પડકાર લઇને આવ્યા છીએ. શોમાં બાઘાનો રોલ કરનાર અભિનેતા તન્મય વેકરિયાએ (Tanmay Vekaria) પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની (Taarak Mehta Ka Ooltah Chashmah)  ટીમની ખૂબ જૂની તસવીર શેર કરી છે. આ તસવીર જોઈને કલાકારોને આળખવા એ થોડું મુશ્કેલ કામ બની ગયુ છે.

આ તસવીરની વાત કરીએ તો અહીં કેટલાક લોકો સુંદર બીચ પર ઉભા જોવા મળે છે. પણ શું તમે ઓળખી શક્યા કે આ ચિત્રમાં બાઘા, જેઠાલાલ, બાબુજી અને આવા ઘણા લોકો છે જે આજે તમારા મનપસંદ કલાકારો છે. આ તસવીર એ પણ જણાવી રહી છે કે આ શોની ટીમ એક પરિવાર જેવી છે જે વર્ષો પછી પણ સાથે કામ કરી રહી છે. આ બધા એક પરિવારના સભ્યની જેમ એકબીજાની જૂની યાદોને સાચવી રાખે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આ ફોટોની વાત કરીએ તો જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સફેદ કલરના પેન્ટમાં લાલ રંગના ટી-શર્ટ સાથે જોવા મળે છે. તે જ સમયે, બાબુજી એટલે કે અમિત ભટ્ટ તેમની પાછળ ઉભા છે. તો બાઘા એટલે કે તન્મય ખૂણામાં કેપ પહેરેલો જોવા મળે છે. રસપ્રદ બાબત એ છે કે તન્મયે પોતે જ તેના ચાહકોને કહ્યુ છે કે તે પણ આ તસવીરમાં છે. આ ફોટો શેર કરતાં તન્મય વેકરિયાએ કેપ્શનમાં લખ્યું, ‘હું ઓસ્ટ્રેલિયા પ્રવાસની એક તસવીર… હું પણ પાછળ છું.

યાદ કરાવો કે તન્મયે પહેલીવાર તેની યાદોનું બોક્સ ખોલ્યું નથી, તાજેતરમાં તેણે બીજી થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં દયાબેન એટલે કે દિશા વાકાણી અને કોમલ હાથી એટલે કે અંબિકા રંજનકર તન્મય વેકરીયા સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં દરેક વ્યક્તિ ખૂબ ખુશ દેખાઈ રહી છે. આ ફોટો પોસ્ટ કરવાની સાથે તન્મયે કેપ્શનમાં લખ્યું, ‘સુપરહિટ ગુજરાતી નાટક કમલ પટેલ વિ. ધમાલ પટેલ સાથે વર્ષ 2008 માં અમેરિકાની બીજી યાદગાર યાત્રા.’

આ પણ વાંચો –

Pakistan news : પાકિસ્તાનની હાલત ખરાબ, ભારત-પાકિસ્તાનની મેચ જોવા દુબઇ ગયેલા ગૃહમંત્રી પરત ફર્યા

આ પણ વાંચો –

Jammu Kashmir: અમિત શાહ IIT જમ્મુમાં રિસર્ચ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, આ રહ્યું આજના કાર્યક્રમનુ શેડ્યુલ

આ પણ વાંચો –

COVID-19: કેન્દ્રએ રાજ્યોને આપી ચેતવણી, કહ્યું- તહેવારોમાં ભારે સાવચેતીની જરૂર

Next Article