Tiger shroffની માતાએ કર્યુ કંઇક એવું, જોઈને તમે પણ બોલી ઉઠશો ના હોય

|

Jan 26, 2021 | 4:05 PM

60 વર્ષની આયેશાએ 95 કિલો વજન ઉંચક્યું છે અને તેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયાં છે. વીડિયોમાં ટાઇગર આયેશાની પાસે ઉભો જોવા મળી રહ્યો છે.

Tiger shroffની માતાએ કર્યુ કંઇક એવું, જોઈને તમે પણ બોલી ઉઠશો ના હોય

Follow us on

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના બે બાળકો, બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને પુત્રી ક્રિષ્ના શ્રોફ, જબરદસ્ત ફિટનેસ ફ્રીક્સ છે, અને આ વાત બધા જાણે છે. ટાઇગર અને ક્રિષ્નાના ઇન્સ્ટાગ્રામ વર્કઆઉટ્સ વિડિઓઝથી ભરેલા છે. પરંતુ શું તમે જાણો છો કે જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ ફિટનેસની બાબતમાં તેના બે બાળકોથી ઓછી નથી.


ફક્ત આયેશાના ફોટા પરથી જ ખ્યાલ આવી જાય છે કે તે પોતાની ફિટનેસ પર કેટલું ધ્યાન આપે છે. તે વર્કઆઉટ સેશનના કેટલાક વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તાજેતરમાં, ટાઇગરની મમ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કરી છે, તેને ફોલો કરવાનો ખ્યાલ તો છોડો ફક્ત તે જોઈને પણ તમે દાંત હેઠળ તમારી આંગળી દબાવી દેશો..

આયેશાએ ઈંસ્ટા પર શેર કરેલા વીડિયોમાં તે 95 કિલો વજન ઉપાડતી જોવા મળી રહી છે. હા, 60 વર્ષની આયેશાએ 95 કિલો વજન ઉંચક્યું છે અને તેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયાં છે. વીડિયોમાં ટાઇગર આયેશાની પાસે ઉભો જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતી વખતે આયેશાએ લખ્યું, ‘આખરે …. 95 કિલો’. આયેશાનો તે વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે.
માતાની જોરદાર ફિટનેસ જોઈને દીકરી કૃષ્ણા શ્રોફ અને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. માતાના વીડિયો પર ટિપ્પણી કરતાં કૃષ્ણાએ લખ્યું કે, ‘શબાશ છોકરી !! લાગે છે કે મારે અહીં પહોંચવા માટે કંઇક મોટું કરવું પડશે’, જ્યારે દિશા પટાણીએ કોમેન્ટ કરતા લખ્યું કે ‘અદભુત શક્તિ.’

Next Article