એક્શન હીરો તરીકેની પોતાની જર્નીમાં આગળ વધ્યા ટાઈગર શ્રોફ, ‘હીરોપંતી 2’ માટે શીખી સ્ટીક ફાઈટીંગ

|

Apr 16, 2022 | 10:24 PM

સાજિદ નડિયાદવાલાની 'હીરોપંતી 2'નું (Heropanti 2) નિર્દેશન અહેમદ ખાને કર્યું છે. આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ ઈદના શુભ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

એક્શન હીરો તરીકેની પોતાની જર્નીમાં આગળ વધ્યા ટાઈગર શ્રોફ, હીરોપંતી 2 માટે શીખી સ્ટીક ફાઈટીંગ
Heropanti 2
Image Credit source: Social Media

Follow us on

ટાઈગર શ્રોફ (Tiger Shroff) આજકાલ તેની આગામી ફિલ્મ ‘હીરોપંતી 2’ (Heropanti 2) ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ એક ફ્રેન્ચાઈઝી ફિલ્મ છે. આ પહેલા તેનો પહેલો ભાગ ‘હીરોપંતી’ પણ આવી ચુક્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને હવે ટાઈગર આ ફ્રેન્ચાઈઝીની બીજી ફિલ્મ સાથે હાજર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મના પ્રચાર માટે તેની આખી સ્ટાર કાસ્ટ ટૂંક સમયમાં રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જોવા મળશે. પરંતુ આ ફિલ્મની એક ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે ટાઈગર શ્રોફ સ્ટીક ફાઈટીંગ શીખ્યા છે.

‘હીરોપંતી 2’નું ટ્રેલર રિલીઝ થતાં જ, સાજિદ નડિયાદવાલાની અદ્ભુત એક્શન એન્ટરટેઈનર જોઈને દર્શકો દંગ રહી ગયા. આ ઉપરાંત, નિર્માતાઓ સમયાંતરે ફિલ્મો વિશે નવા અપડેટ્સ લાવીને દર્શકોના ઉત્સાહને જાળવી રાખવાની ખાતરી કરતા હોય છે.

આ ફિલ્મ માટે ટાઈગરે શીખી સ્ટીક ફાઈટીંગ

સાજિદ નડિયાદવાલાની ફ્રેન્ચાઈઝી ‘હીરોપંતી’એ આપણા સિને ઈન્ડસ્ટ્રીને ટાઈગર શ્રોફના રૂપમાં એક નવો એક્શન હીરો આપ્યો છે. મોટા પડદા પર પહેલા ન જોયેલી એક્શન સિક્વન્સ લાવવાની વાત આવે ત્યારે અભિનેતાનું એક અલગ ફેન ગ્રુપ ઉત્સાહિત રહેતું હોય છે. હવે, હીરોપંતી 2 ની સિક્વલ સાથે, તેઓ દર્શકોને એક્શનનું એક નવું સ્વરૂપ રજૂ કરવા માટે તૈયાર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

પ્રોજેક્ટના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, ટાઈગરે સ્ટીક ફાઈટીંગની કળા શીખી છે, જે તેણે તેની ફિલ્મમાં પ્રથમ વખત પરફોર્મ કરી છે. આ કલા ભારતીય માર્શલ આર્ટ કલારીપાયટ્ટુ હેઠળ આવે છે. નવીનતમ એક્શન પેકેજે નેટીઝન્સને આકર્ષ્યા છે. આગામી એક્શન સિક્વન્સમાં, ટાઇગર એ હકીકતને યોગ્ય ઠેરવતા જોવા મળશે કે જ્યારે તેમની ફિલ્મોમાં નવી એક્શન સિક્વન્સ રજૂ કરવાની વાત આવે છે ત્યારે તેમની સામે કોઈ હરીફ હોતું નથી.

ટાઈગરની આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થઈ રહી છે.

રજત અરોરા દ્વારા લખાયેલ અને એઆર રહેમાને સંગીત આપ્યું છે. સાજિદ નડિયાદવાલાની ‘હીરોપંતી 2’નું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે. આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ ઈદના શુભ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બીજી વખત છે જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી અને ટાઈગર શ્રોફ કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બંને ફિલ્મ ‘મુન્ના માઈકલ’માં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  The Kashmir Files પછી આવી રહી છે ‘ધ કન્વર્ઝન’, ‘ધર્માંતરણ’ જેવા ગંભીર મુદ્દાને ઉજાગર કરશે વિનોદ તિવારીની ફિલ્મ

 

Next Article