Aishwarya Rai Bachchanની આ દિગ્ગજ અભિનેતાએ કરી નિંદા, કહ્યું- સુંદર ચહેરાના કારણે લોકો બની જાય છે સુપરસ્ટાર

|

Sep 06, 2021 | 6:20 PM

ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. દરેક વ્યક્તિ તેમના અભિનયને લઈને પાગલ છે, પરંતુ એકવાર હાસ્ય કલાકાર રસેલ પીટર્સે ઐશ્વર્યા વિશે ખોટી ટિપ્પણી કરી હતી.

Aishwarya Rai Bachchanની આ દિગ્ગજ અભિનેતાએ કરી નિંદા, કહ્યું- સુંદર ચહેરાના કારણે લોકો બની જાય છે સુપરસ્ટાર
Aishwarya Rai Bachchan

Follow us on

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ઘણા વર્ષોથી બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. હિન્દી ઉપરાંત ઐશ્વર્યાએ પોતાની લાંબી કારકિર્દીમાં સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઐશ્વર્યાના અભિનયને વિવેચકો અને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે એક વખત હાસ્ય કલાકાર અને અભિનેતા રસેલ પીટર્સે (Russell Peters) ઐશ્વર્યાની મજાક ઉડાવી હતી અને તેમને ખરાબ અભિનયનું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું હતું. વાસ્તવમાં, રસેલ ઈન્ડો-કેનેડિયન ફિલ્મ સ્પીડી સિંહનું પ્રમોશન કરી રહ્યા હતા.

 

અહેવાલો અનુસાર એક પ્રમોશનલ ઈવેન્ટમાં રસેલે કહ્યું હતું કે ‘મને બોલીવુડથી નફરત છે. બધી ફિલ્મો જંક હોય છે. આ મારો અભિપ્રાય છે. ઘણા અબજ લોકો બોલીવુડને ચાહે છે અને તેને પ્રેમ કરે છે પણ મને ફિલ્મોમાં ગાવાનું, નૃત્ય કરવું અને રડવું પસંદ નથી. મેં મારા જીવનમાં ક્યારેય બોલિવૂડ ફિલ્મો જોઈ નથી. મેં પહેલા પણ બોલિવૂડમાં કામ કરવાની ના પાડી છે અને આગળ પણ કરીશ. પરંતુ મને આશા છે કે કેટલાક ફિલ્મ નિર્માતાઓ તક લેશે અને વાસ્તવિક ફિલ્મો બનાવશે.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ

 

ઐશ્વર્યા વિશે કરી હતી ટિપ્પણી

એટલું જ નહીં રસેલે ઐશ્વર્યાની મજાક પણ ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઐશ્વર્યા ખરાબ અભિનયનો સૌથી મોટો પુરાવો છે. તેમણે વારંવાર સાબિત કર્યું છે કે બોલીવુડમાં તે લોકો સુપરસ્ટાર બની શકે છે જેમની પાસે માત્ર એક સુંદર ચહેરો હોય છે.

 

રસેલે વધુમાં કહ્યું કે તે હજી પણ સારી અભિનેત્રી બની નથી પણ હા સુંદર હજુ પણ છે. તમને જણાવી દઈએ કે રસેલના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો અને અભિનેત્રીના ચાહકોએ તેમની ટિપ્પણી માટે રસેલ પાસે માફીની માંગણી કરી હતી. જો કે,કોમેડિયને માફી માંગી ન હતી. પરંતુ ફિલ્મના નિર્માતા અજય વિર્માનીએ તેમની ટિપ્પણી માટે માફી માંગી હતી.

 

ઐશ્વર્યાની ફિલ્મો

ઐશ્વર્યા છેલ્લે ફિલ્મ ફન્ને ખામાં જોવા મળી હતી, જેમાં તેમની સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને દર્શકો અને વિવેચકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે ઐશ્વર્યા ફિલ્મ પોન્નિયન સેલ્વનમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા ફિલ્મના સેટ પરથી અભિનેત્રીનો લુક લીક થયો હતો, જેમાં તે શાહી લુકમાં જોવા મળી હતી.

 

 

આ પણ વાંચો :- ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR

 

આ પણ વાંચો :- Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ