Rocky aur rani ki prem kahani: આલિયા અને રણવીરની અપકમિંગ ફિલ્મ રોકી ઔર રાનીકી પ્રેમ કહાનીનું ગઈકાલે ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. લોકોને ફિલ્મ ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે જેમાં જોઈ શકાય છે કે કોમેડી, ડ્રામાં સાથે ઈમોશનલ લવ સ્ટોરી જોવા મળી રહી છે. ત્યારે અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.
ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં ઘણા બધા મોટા એકટર અને એક્ટ્રેસ છે તે સાથે હવે અન્ય ચાર સ્ટાર્સ પણ આ ફિલ્મમાં કેમિયો કરવાના છે.આ ફિલ્મનુ ટ્રેલર જોયા બાદ એ દિલ હૈ મુસ્કિલનું વર્ઝન કહી રહ્યા છે ત્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ કરણ જોહરે સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન જણાવ્યું કે રોકી અને રાનીની લવસ્ટોરીમાં 3 કેમિયો છે, જેમાં શાહરૂખ ખાનનું નામ નથી. આવી સ્થિતિમાં હવે આ ત્રણેય ચહેરા પરથી પડદો હટી ગયો છે.
જ્યારથી કરણ જોહરના કેમિયોની વાત થઈ ત્યારથી, ચાહકો એવા સેલેબ્સ વિશે જાણવા ઉત્સુક છે જેમણે આ રણવીર અને આલિયાની ફિલ્મ ‘રોકી ઔર રાની…’માં કેમિયો કર્યો છે. આ દરમિયાન બોલિવૂડ હંગામાએ તેના અહેવાલમાં લખ્યું છે કે, ‘વરુણ ધવનનો ફિલ્મમાં એક નાનો કેમિયો છે, જેમાં તેની સાથે જ્હાન્વી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાંડે પણ જોવા મળી રહી છે. જ્યારે ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે વરુણ સેટ પર કરણને મળવા આવ્યો હતો. આવી સ્થિતિમાં તે પણ એક ફિલ્મનો ભાગ બની ગયો. વરુણ, જાન્હવી, અનન્યા અને સારા પણ રણવીરના ઈન્ટ્રોડક્શન સોંગનો ભાગ બનશેનું જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રોકી અને રાનીની લવસ્ટોરીમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રણવીરના પાત્રનું નામ રોકી રંધાવા છે જ્યારે આલિયાએ રાની ચેટર્જીની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં રોકી અને રાનીને એકબીજાથી સંપૂર્ણપણે અલગ બતાવવામાં આવ્યા છે, પરંતુ બંને પ્રેમમાં પડે છે અને પછી 3 મહિના એકબીજાના પરિવાર સાથે વિતાવે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 28 જુલાઈએ રિલીઝ થશે.