PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

|

Sep 17, 2021 | 4:22 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ અને વેબસીરીઝને ચાહકો જોઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં, આજે પીએમના જન્મદિવસ પર, આવી ફિલ્મોથી અમે તમને પરિચિત કરાવીશું.

PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ
PM Narendra Modi

Follow us on

PM Modi Birthday Special: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 71 મો જન્મદિવસ (PM Modi 71st Birthday) છે. ગુજરાતના વડનગરમાં 1950 માં જન્મેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Damodardas Modi) આજે લાખો હૃદય પર રાજ કરે છે.

દેશના લોકોને પીએમ મોદીનું કામ ખૂબ જ ગમે છે. પીએમ મોદીના જીવન પર આધારિત ફિલ્મો અને વેબસીરીઝ પણ મનોરંજન જગતમાં રજૂ કરવામાં આવી છે. આજે અમે તમને પીએમ મોદીના જીવન પર આધારિત આવી ફિલ્મોથી પરિચિત કરાવીશું.

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

2019 માં રિલીઝ થયેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ઘણી પ્રખ્યાત હતી. આમ તો, તેમના જીવન પર ઘણી નાની મોટી ફિલ્મો અને ડોક્યૂમેન્ટ્રી અને સીરીઝો બનાવવામાં આવી છે. પરંતુ સૌથી વધુ ચર્ચિત ફિલ્મ વિવેક ઓબેરોય અભિનીત ‘પીએમ નરેન્દ્ર મોદી’ (PM Narendra Modi) હતી. આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું હતું અને તેના સંવાદો અનિરુદ્ધ ચાવલાએ લખ્યા હતા.

PM પર વેબસીરીઝ

પીએમ મોદીના જીવન પર આધારિત વેબસીરીઝ પણ રજૂ કરવામાં આવી છે. મનોરંજન પ્લેટફોર્મ ઇરોઝ નાઉએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત વેબસીરીઝ બનાવી છે. ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ શ્રેણી મોદીના જીવન પર આધારિત છે. આ શ્રેણીમાં યુવાનીથી લઈને ભારતના વડાપ્રધાન બનવાની પીએમ સુધીની સફર બતાવવામાં આવી છે. આ શ્રેણીએ ઘણી ખ્યાતિ મેળવી હતી.

‘મોદી: જર્ની ઓફ એ કોમન મેન’ (Modi: Journey of a Common Man)

‘મોદી: જર્ની ઓફ એ કોમન મેન’માં પણ પીએમ મોદીનું જીવન રજૂ કરવામાં આવ્યું હતું. તેને મિહિર ભુટા અને રાધિકા આનંદે લખ્યું છે. આમાં મોદીના જીવનના વિવિધ તબક્કાઓ ફૈઝલ ખાન, આશિષ શર્મા અને મહેશ ઠાકુર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ શ્રેણીનો દરેક એપિસોડ 35 થી 40 મિનિટનો છે. આશિષે આ શ્રેણી માટે ખૂબ મહેનત કરી હતી.

એક ઓર નરેન (Ek Aur Naren)

તે જ સમયે, ફિલ્મ એક ઓર નરેનમાં ગજેન્દ્ર ચૌહાણ પીએમ મોદીની ભૂમિકામાં જોવા મળશે. ગજેન્દ્ર ચૌહાણે અત્યાર સુધી ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે, પરંતુ તેમને મહાભારતના યુધિષ્ઠિર તરીકે વધુ ઓળખ મળી. આ ફિલ્મના દિગ્દર્શક મિલન ભૌમીકે જણાવ્યું હતું કે ફિલ્મ ‘એક ઓર નરેન’ ની વાર્તામાં બે કિસ્સા હશે. આ ફિલ્મમાં બાળપણથી પીએમ બનવાની મુસાફરીને નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.

 

આ પણ વાંચો :- Maidaan ફિલ્મની ટીમ અને હૈદરાબાદ એફસીએ મિલાવ્યા હાથ, મળીને ભારતમાં ફૂટબોલને આપશે પ્રોત્સાહન

આ પણ વાંચો :- New Name : ટાઇગર બાદ બોલીવુડને મળશે ‘લાયન’, શાહરુખ અને નયનતારાની ફિલ્મનું હશે આ ટાઇટલ?

 

Next Article