
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ‘પઠાણ’ સાથે શાનદાર પુનરાગમન કર્યા બાદ ચાહકોને કિંગ ખાન પાસેથી ઘણી આશાઓ છે. ‘જવાન’ના ટ્રેલર અને પહેલા ગીત ‘જિંદા બંદા હો’ને લોકોનો ઘણો પ્રેમ આપી રહ્યા છે. ત્યારે હવે જવાન ફિલ્મનુ બીજુ ગીત ‘દિલ તેરે સંગ જોડીયાં’નો વીડિયો રિલીઝ પહેલા જ લીક થઈ ગયો છે જેમાં શાહરૂખ ખાન નયનતારા સાથે રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
જવાનના બીજા ગીત ‘દિલ તેરે સંગ જોડીયાં’નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં નયનતારા શાહરૂખ ખાન સાથે જોવા મળી રહી છે. શાહરૂખ સમુદ્રની વચ્ચે ફેરી પર હાથ લંબાવીને નયનતારા સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગીત આ મહિનામાં જ રિલીઝ થવાનું છે . જો કે રિલીઝ થાય તે પહેલા જ ગીતની ક્લિક વાયરલ થઈ ગઈ છે. આ ગીત અરિજિત સિંહ અને શિલ્પા રાવે ગાયું છે અને ફરાહ ખાને તેને કોરિયોગ્રાફ કર્યું છે.
#dilteresangjodiyaan #jawan next song by #arijitsingh#srk pic.twitter.com/lr1pAI63VT
— Srkian_Tahseen (@tahseen_bin) August 3, 2023
જવાનનું દિલ તેરે સંગ જોડીયાં ગીત શાહરૂખ ખાનનું રોમેન્ટિક ટ્રેક હશે. બાય ધ વે, શાહરૂખના રોમેન્ટિક ગીતો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગીતમાં કિંગ ખાન અને નયનતારાના લુક પણ ખૂબ જ આકર્ષક હશે. માનવામાં આવે છે કે આ ગીત ઝિંદા બંદા જેવું જ ચાર્ટબસ્ટર સાબિત થશે. હવે ચાહકો જવાનના આગામી ગીત ‘દિલ તેરે સંગ જોડીયાં’ને લઈને ઉત્સાહિત છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં શાહરૂખ ખાન અને નયનતારા ફેરી પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં શાહરૂખ-નયનતારા સ્પષ્ટ રીતે દેખાતા નથી, પરંતુ રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં અરિજીત સિંહના અવાજમાં ‘દિલ તેરે સંગ જોડીયાં’ વગાડવામાં આવી રહી છે અને સાથે જ ફરાહ ખાન કોરિયોગ્રાફીના નિર્દેશો આપતી સંભળાય છે.
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ અને નયનતારા પહેલીવાર જોડીમાં જોવા મળશે. જવાનમાં સાઉથના ઘણા દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. ફિલ્મમાં વિજય સેતુપતિ, રિદ્ધિ ડોગરા અને સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે ડાયરેક્ટર એટલા કુમાર અને શાહરૂખ ખાનની જોડી પડદા પર કેટલી કમાલ બતાવે છે.