Box Office Collection: વિજય અને સામંથાની ફિલ્મનો ફેન્સ પર ચાલ્યો જાદુ, બે દિવસમાં કરોડોની કમાણી કરી ધૂમ મચાવી રહી છે ફિલ્મ

તાજેતરમાં જ વિજયની ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે કુશી અને આમાં તે સામંથા રૂથ પ્રભુની સાથે દેખાય રહ્યો છે. ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. આ સિવાય વિજય દેવરાકોંડાએ પણ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા છે. બોક્સ ઓફિસ કલેક્શનના આધારે વિજયની કારકિર્દીની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

Box Office Collection: વિજય અને સામંથાની ફિલ્મનો ફેન્સ પર ચાલ્યો જાદુ, બે દિવસમાં કરોડોની કમાણી કરી ધૂમ મચાવી રહી છે ફિલ્મ
Film Kushi see the first day box office collection
| Edited By: | Updated on: Sep 03, 2023 | 11:55 AM

Kushi Film Box Office Collection: સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાનો દક્ષિણમાં જબરદસ્ત ક્રેઝ છે. તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક બની હતી શાહિદ કપૂરની ફિલ્મ કબિર સિંહ. આ ફિલ્મ શાહિદની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંની એક બની. હવે વિજય દેવરાકોન્ડા વધુ એક ફિલ્ સાથે ધૂમ મચાવવા પાછો આવી ગયો છે. ત્યારે તાજેતરમાં જ વિજયની ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે કુશી અને આમાં તે સામંથા રૂથ પ્રભુની સાથે દેખાય રહ્યો છે. ફિલ્મના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. આ સિવાય વિજય દેવરાકોંડાએ પણ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા છે.

વિજયે કહ્યું પાંચ વર્ષની રાહ પૂર્ણ થઈ

ફિલ્મ કુશીની વાત કરીએ તો આ ફિલ્મે શરૂઆતના દિવસે 16 કરોડની કમાણી કરી લીધી છે. આ આંકડો પ્રભાવશાળી છે અને આ સાથે આ ફિલ્મ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કલેક્શનના આધારે વિજયની કારકિર્દીની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. ચાહકોને ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. આનો અંદાજ પહેલા દિવસની કમાણી પરથી જ લગાવી શકાય છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે વિજયની આ ફિલ્મ લાંબી રેસનો ઘોડો સાબિત થશે.

બોક્સ ઓફિસ ટ્રેકર અનુસાર, કુશીએ બીજા દિવસે પણ 10 કરોડની કમાણી કરી છે. આ પછી, ફિલ્મનું કુલ કલેક્શન 26 કરોડ થઈ ગયું છે.  વિજય દેવરાકોંડાએ એક ઈન્ટવ્યૂમાં કહ્યું છે કે આ પાંચ વર્ષથી રાહ પૂર્ણ થઈ છે. જ્યારે સામંથાની ફિલ્મ શકુંતલમ ફ્લોપ થયા બાદ સામંથા રૂથ પ્રભુ માટે તે સારા સમાચાર સાબિત થયા છે.

વિજયએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે ફિલ્મ લાઈગરની નિષ્ફળતા કેવી રીતે લીધી. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને જીવનમાં એક યા બીજા તબક્કે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. પણ એ નિષ્ફળતામાંથી આપણે શીખી શકીએ છીએ. વિજય માને છે કે જો તમે નિષ્ફળ જાવ તો તમારે તેના માટે સોરી કહેવાની જરૂર નથી, જ્યારે તેમાંથી શીખી લઈને આગળ વધવાની જરૂર છે.

સામંથા રૂથ પ્રભુ સાથે વિજય દેવરાકોંડા

વિજયને પૂછવામાં આવ્યું કે જે ફિલ્મોમાં તે લગ્ન કરે છે અથવા જેમાં લગ્નના દ્રશ્યો હોય છે, તે ફિલ્મો સારી કમાણી કરે છે. તેના પર વિજયે કહ્યું કે આવી નકામી ધારણાઓ ન કરો. કારણ કે જો આમ થશે તો દરેક ફિલ્મમાં લગ્નનો સીન પછી મુકવો જ પડશે. આ સિવાય વિજય સાથેની મુલાકાત દરમિયાન રિયલ લાઈફ મેરેજ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

વિજય દેવરાકોંડા ક્યારે અને કઈ છોકરી સાથે લગ્ન કરશે?

34 વર્ષની ઉંમરે સિંગલ વિજય દેવરકોંડાને પણ રિયલ લાઈફ મેરેજ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં વિજયે કહ્યું કે તેને નથી લાગતું કે તેણે અત્યારે લગ્ન કરી લેવા જોઈએ, તેથી તે તેના વિશે વધુ વિચારતો નથી. પરંતુ તેણે એમ પણ કહ્યું કે જ્યારે પણ તે લગ્ન કરશે ત્યારે તે કોઈને કહેશે નહીં અને ખુબ જ સાદાઈથી લગ્ન કરી લેશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કઈ પ્રકારની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, ત્યારે વિજયે કહ્યું કે તે સ્માર્ટ અને બુદ્ધિશાળી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. આ સિવાય તે એવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે જે તેના ઈન્ટરેસ્ટને પણ સમજે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:17 am, Sun, 3 September 23