The Kashmir Files Box office Collection 9: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે, શું બીજા સપ્તાહમાં 150 કરોડને કરશે પાર

|

Mar 21, 2022 | 6:08 AM

ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બ્લોકબસ્ટર હિટ સાબિત થશે. ફિલ્મે શનિવારે 24 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

The Kashmir Files Box office Collection 9: ધ કાશ્મીર ફાઈલ્સ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે, શું બીજા સપ્તાહમાં 150 કરોડને કરશે પાર
The Kashmir Files box office collection

Follow us on

The Kashmir Files Box office Collection: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ (The Kashmir Files) દર્શકોને એટલી પસંદ આવી રહી છે કે લોકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office Report) પર સારી કમાણી કરી રહી છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે તેના બીજા સપ્તાહમાં પણ વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ધૂમ મચાવશે.

અનુપમ ખેર (Anupam Kher)ની ફિલ્મને એટલો જબરદસ્ત રિસ્પોન્સ (The Kashmir Files BO) મળી રહ્યો છે કે બીજા અઠવાડિયામાં પણ થિયેટરોમાં એક પણ સીટ ખાલી નથી રહી. આવી સ્થિતિમાં મેકર્સ હવે આ ફિલ્મને વધુ લોકો સુધી લઈ જવા માટે એક નવી યોજના બનાવી રહ્યા છે .

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જાણો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ અત્યાર સુધી કેટલી કમાણી કરી છે

તમને જણાવી દઈએ કે તરણ આદર્શના ટ્વિટ અનુસાર ફિલ્મે પહેલા અઠવાડિયામાં 116 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તે જ સમયે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક ટ્વિટ કર્યું છે જેમાં તેણે અનુમાન લગાવ્યું છે કે એક જ દિવસમાં 19 કરોડથી વધુની કમાણી કરીને રેકોર્ડ બનાવનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ 150 કરોડથી વધુની કમાણી કરી શકે છે. બીજા અઠવાડિયે તરણ આદર્શે પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ બીજા સપ્તાહમાં પણ ચાલી રહ્યું છે. તો અત્યારે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ ડબ થઈ રહી છે.

 

 

બ્લોકબસ્ટર હિટ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’

ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બ્લોકબસ્ટર હિટ સાબિત થશે. ફિલ્મે શનિવારે 24 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ શનિવારને ‘એક્સ્ટ્રા ઓર્ડિનરી શનિવાર’ કહેવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે નવમા દિવસે ફિલ્મે કુલ 140 કરોડનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે બીજા શુક્રવારે ફિલ્મે 19 કરોડ 15 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. ગત સપ્તાહની કમાણી સાથે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ 100 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મે કુલ 116 કરોડ 45 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અપડેટ્સ સામે આવ્યા કે ફિલ્મ 119 કરોડને પાર કરી ગઈ છે.

 

આ પણ વાંચો : દેશની પ્રથમ પેપરલેસ વિધાનસભા બની નાગાલેન્ડ, E-Vidhan સિસ્ટમ લાગુ, જાણો શું છે તેની ખાસિયત

Published On - 10:41 am, Sun, 20 March 22

Next Article