The Kapil Sharma Show: બબિતાને ડેટ કરતી વખતે ‘ટાઈમપાસ’ કરી રહ્યા હતા રણધીર કપૂર, આ રીતે પિતા રાજ કપૂરે કરાવ્યા હતા લગ્ન

|

Oct 03, 2021 | 11:35 PM

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં શનિવારે બોલિવૂડ અભિનેતા રણધીર કપૂર (Randhir Kapoor) તેમની પુત્રી કરિશ્મા કપૂર (karisma Kapoor) સાથે આવ્યા હતા. જ્યાં તેમણે બધા સાથે ખૂબ મસ્તી કરી હતી.

The Kapil Sharma Show: બબિતાને ડેટ કરતી વખતે ટાઈમપાસ કરી રહ્યા હતા રણધીર કપૂર, આ રીતે પિતા રાજ કપૂરે કરાવ્યા હતા લગ્ન
The Kapil Sharma Show

Follow us on

કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે ઘણા સેલેબ્સ આવે છે. જેમની સાથે કપિલ શર્મા (Kapil Sharma)ની ટીમ ઘણી મસ્તી કરે છે. આ શનિવારના શોમાં બોલિવૂડના દિગ્ગજ રણધીર કપૂર (Randhir Kapoor) તેમની મોટી પુત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) સાથે આવ્યા હતા. જ્યાં રણધીર અને કરિશ્માએ ખૂબ મસ્તી કરી હતી.

 

શોમાં રણધીર કપૂર અને કરિશ્માએ ઘણી રમુજી વાતો દરેકને સંભળાવી. જે સાંભળ્યા પછી બધા ખૂબ હસ્યા. રણધીર કપૂરે તેમના અને બબીતાના સંબંધો વિશે એક વાત કહી. તેમણે જણાવ્યું કે તેમના લગ્ન પિતા રાજ કપૂરે કરાવ્યા હતા.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

બબીતા ​​સાથે કરી રહ્યા હતા ટાઈમપાસ

રણધીર કપૂરે શોમાં જણાવ્યું હતું કે જ્યારે તે બબીતા ​​સાથે રિલેશનશિપમાં હતા અને ટાઈમપાસ કરી રહ્યા હતા. ત્યારે તેમના પિતા રાજ કપૂર અને માતા ક્રિષ્ના રાજ કપૂરે વચ્ચે આવીને લગ્ન કરાવ્યા હતા. કપિલે રણધીર કપૂરને પૂછ્યું કે સર, તમે આપ યહાં આએ કિસ લિએ ગીતમાં તમારી સાથે બબીતાજી જોવા મળ્યા હતા. એ ગીતમાં એક પંક્તિ છે, શાદી કા ઈરાદા હૈ. આ લાઈન તમે તમારી ડિમાંડ પર એડ કરાવી હતી શું?

 

રણધીર કપૂરે જણાવ્યું કે તેમના પરિવારને તેમના અને બબીતા ​​વચ્ચેના સંબંધો વિશે ખબર હતી. હું ટાઈમપાસ કરી રહ્યો હતો. તે સમયે પિતા રાજ કપૂરે પૂછ્યું – લગ્ન કરવાનો કોઈ ઈરાદો છે કે નહીં? રણધીર કપૂરે કહ્યું કે તેમની બબીતા ​​સાથે લગ્ન કરવાની યોજના હતી, પરંતુ તેમના પિતાએ તેમને પૂછ્યું – જ્યારે તે વૃદ્ધ થશે ત્યારે લગ્ન કરીશ તેની સાથે? રણધીર કપૂરે કહ્યું કે તેમને બબીતાને પ્રપોઝ કરવાની પણ જરૂર નહોતી પડી. તેમના માતાપિતાએ તેમની જગ્યાએ આ કામ કર્યું હતું.

 

તમને જણાવી દઈએ કે રણધીર કપૂર અને બબીતાના લગ્ન વર્ષ 1971માં થયા હતા. તેમને બે પુત્રીઓ કરિશ્મા અને કરીના કપૂર છે. વર્ષ 1988માં બંને અલગ થયા હતા અને રણધીર તેમના માતાપિતા સાથે તેમના ઘરે રહેવા માટે ચાલ્યા ગયા હતા. રણધીર અને બબીતા ​​અલગ થઈ ગયા છે, પરંતુ તેઓ હજુ પણ કાયદેસર રીતે પરણેલા છે. તેમણે હજી સુધી છૂટાછેડા લીધા નથી.

 

આ પણ વાંચો:- Drugs Case: શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ, લઈ જવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ માટે

 

આ પણ વાંચો:- સ્ટાઈલ અને લૂક્સમાં Shah Rukh Khanને પણ ટક્કર આપે છે દિકરો આર્યન, જુઓ સ્ટારકિડની ખાસ Photos

 

Next Article