The Kapil Sharma Show : અક્ષય કુમારે બધાની સામે કપિલ શર્માની ઉડાવી ખિલ્લી, કહ્યુ લૉકડાઉનમાં 2 બાળકો કોના ઘરે જનમ્યાં ?

|

Aug 21, 2021 | 9:51 AM

સિઝનના પહેલા મહેમાન અક્ષય કુમાર છે. તેઓ પોતાની ફિલ્મ બેલ બોટમના પ્રમોશન માટે હુમા કુરેશી (Huma Qureshi), વાણી કપૂર (Vaani Kapoor) અને જૈકી ભગનાની સાથે કપિલ શર્મા શોમાં જોવા મળશે.

The Kapil Sharma Show : અક્ષય કુમારે બધાની સામે કપિલ શર્માની ઉડાવી ખિલ્લી, કહ્યુ લૉકડાઉનમાં 2 બાળકો કોના ઘરે જનમ્યાં ?
akshay kumar makes fun of kapil sharma

Follow us on

લાંબા સમય રાહ જોયા બાદ ધ કપિલ શર્મા શોની (The Kapil Sharma Show) ત્રીજી સિઝન શરૂ થઇ ચૂકી છે. કપિલના ફેન્સ તેના આ શોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. સિઝનના પહેલા મહેમાન અક્ષય કુમાર છે. તેઓ પોતાની ફિલ્મ બેલ બોટમના પ્રમોશન માટે હુમા કુરેશી (Huma Qureshi), વાણી કપૂર (Vaani Kapoor) અને જૈકી ભગનાની સાથે કપિલ શર્મા શોમાં જોવા મળશે.

કપિલ શર્મા શોના દરેક એપિસોડની જેમ આ એપિસોડ પણ ધમાકેદાર હશે. જ્યાં અક્ષય કુમાર કપિલની આખી ટીમની મજાક ઉડાવશે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં કપિલ અક્ષય કુમારને તેમના કામને લઇને ટોન્ટ મારે છે અને બાદમાં અક્ષય પણ કપિલની ખૂબ મજા લે છે. પ્રોમોમાં કપિલ શર્મા ઓડિયન્સ અને અર્ચના પૂરણસિંહને કહે છે કે વર્ષમાં 665 દિવસ કામ કરવા વાળા એટલે કે સૌથી વધુ કામ કરવા વાળા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

તેના જવાબમાં અક્ષય કુમાર કહે છે કે, મતલબ એ છે કે ફક્ત હુ જ કામ કરુ છુ, લૉકડાઉનમાં તે કામ ન કર્યુ ? કપિલે જવાબમાં કહ્યુ કે નહીં અમારો શો બંધ હતો. ત્યાર બાદ અક્ષયે જવાબ આપ્યો કે, 2 બાળકો કોના ઘરે જનમ્યાં ? બસ અક્ષયના આ પંચ બાદ અર્ચના અને ઓડિયન્સ જોર જોરથી હસવા લાગે છે. અક્ષય અર્ચનાના વખાણ કરતા જણાવે છે કે આ ગજબ હેરકટ છે. ત્યારે કપિલ વચ્ચે બોલે છે કે અરે આ હેરકટ કરાવી નથી પંખામાં ફસાઇને થઇ ગઇ છે.

કપિલના શોમાં અક્ષયની સાથે હુમા કુરેશી અને વાણી કપૂર પણ આવવાના છે. કપિલ હુમાના વખાણ કરતા કહે છે કે મે મહારાની જોઇ તેમાં તમે કમાલનું કામ કર્યુ છે તો પણ તુ મને ભાઇ કહે છે. જેના જવાબમાં હુમાએ જણાવ્યુ કે ઠીક છે આજે હુ તમને ભાઇ નહી કહુ. જેના જવાબમાં કપિલ કહે છે કે બસ આપણા માટે તો એક દિવસ પણ બહુ છે.

કપિલ આગળ કહે છે કે તમે બધા સોશિયલ મીડિયા પર છો અને કઇંક ને કઇંક પોસ્ટ નાખતા રહો છો. તમારા ફેન્સ તરફથી તેમાં હજારો કોમેન્ટ્સ આવે છે. તેમાંથી જ અમે કેટલીક ફની કોમેન્ટ્સ લઇને આવ્યા છીએ. તે અક્ષય કુમારની એક તસવીર બતાવે છે. જેમાં કેપ્શન હોય છે કે જ્યારે તમે જાણો છો 25 દિવસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ. તેના પર એક ફેને કોમેન્ટ્ કરી કે, ભાઇ 200 રૂપિયા પેટીએમ કરુ છુ તેના 400 કરાવી દો.

આ પણ વાંચો –

Disha encounter case: દિશા એનકાઉન્ટર મામલે આજે સુનાવણી, તેલંગણા સરકાર સુપ્રીમ કોર્ટની નિયુક્ત પેનલને આપશે પુરાવા

આ પણ વાંચો –

IND vs ENG: લીડ્ઝ ટેસ્ટમાં કેએલ રાહુલ પર રહેશે નજર, ફોર્મ જાળવી રાખશે તો ઇંગ્લેન્ડ પર રહેશે આ કારણથી ભારે

Published On - 9:50 am, Sat, 21 August 21

Next Article