Ali Asgar: ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્માની દાદીની ભૂમિકા ભજવનાર અભિનેતા અલી અસગર તેની કોમેડી માટે ખુબ જ જાણીતો છે. ભલે તે આજકાલ રિયાલિટી શોમાં જોવા નથી મળી રહ્યો પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શકોનું મંનોરંજન કરતો જોવા મળે છે. ત્યારે તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ માટે ફની અને કોમેડી વીડિયો શેર કરવાની કોઈ તક છોડતો નથી. આ દરમિયાન અભિનેતા અલી અસગરે ટામેટાના વધતા ભાવને લઈને એક ફની વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અલી અસગરે હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટામેટાંની વધતી કિંમત પર પોતાનો વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં જમતી વખતે અભિનેતાની થાળીમાં ટામેટું રાખવામાં આવ્યું છે, જેને તે ખાઈ શકતો નથી કારણ કે તે તેને હાથમાં લેતાંની સાથે જ બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે. જે ટામેટાને અડતા જ શિલ્પા શેટ્ટીના અવાજ સાથે બેકગ્રાઉન્ડ ડાયલોગ શરુ થાય છે કૈસે છૂઆ તુમને મુજે, મુજે છૂનેકા તુમ્હે કોઈ હક નહી. જોકે વીડિયો એટલો મજેદાર છે કે ફેન્સ વારે વારે જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ તો ધ કપિલ શર્મા શોનો એક્ટર અલી અસગરે લોકોનું ઘણું મંનોરંજન કર્યુ છે. જો કે તે હવે તેણે કપિલ શર્મા શોને અલવિદા કહી દીધુ છે પણ અલી અસગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અલી અવાર નવાર સોશિયલ મીડિયા પર કેટલાક ફની વીડિયો સેર કરતા રહે છે અને ફેન્સનું મનોરંજન કરતા રહે છે. તેઓ પ્રશંસા મેળવતા જોવા મળે છે.
વીડિયો જોઈને ફેન્સે ખુશ થઈ ગયા છે અને ઘણા ફની ઈમોજીની કમેન્ટ્સમાં વર્ષા કરી રહ્યા છે જેમાં એક યુઝરે લખ્યું છે, આને કહેવાય કોમેડી કિંગ, શાકભાજીમાંથી પણ કન્ટેન્ટ શોધી લીધુ તો અન્ય યુઝરે લખ્યું, તેથી તેમણે ટામેટાને કાપ્યુ પણ નથી. ત્રીજા યુઝરે લખ્યું, ટમેટા ગુસ્સે થશે. ચોથા યુઝરે લખ્યું, હાહાહા રિયાલિટી શો કોમેડી કિંગ ખરેખર કિંગ છે.