પશ્ચિમ બંગાળમાં દિગ્દર્શક સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરીઝ’નું રાજકારણ હજુ શાંત થયું નથી ને હવે બીજી હિન્દી ફિલ્મને લઈને હંગામો થવાના સંકેત મળી રહ્યા છે. ખરેખર, હવે ફિલ્મ ‘ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ’ના નિર્દેશક સનોજ મિશ્રા પશ્ચિમ બંગાળ પોલીસના નિશાના પર આવી ગયા છે. બંગાળ પોલીસે ડાયરેક્ટર વિરુદ્ધ રાજ્યને બદનામ કરવાનો આરોપ લગાવીને નોટિસ જાહેર કરી છે.
‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાલ’ના ટ્રેલરમાં બતાવવામાં આવેલી પશ્ચિમ બંગાળની ઝલકને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. જેના કારણે ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રા સામે પણ લીગલ નોટિસ જાહેર કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ પોલીસે ‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’ના ડિરેક્ટરને નોટિસ પાઠવી છે. જે બાદ ફિલ્મના ડાયરેક્ટર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે ફિલ્મને લઈને સ્પષ્ટતા કરી છે કે ફિલ્મમાં શું છે તે જોયા વગર કેવી રીતે ખબર પડશે. તેમજ આ ફિલ્મમાં એવું કઈ જ નથી જે આપત્તી જનક હોય, સંપૂર્ણ ફિલ્મને અમે ફેક્ટ બેઝ બનાવી છે.
સનોજ મિશ્રાએ આ અંગેની પીસીમાં કહ્યું હતુ કે તે છેલ્લા 28 વર્ષથી વધુના સમયથી ફિલ્મો સાથે સંકડાયેલા છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. ત્યારે આ ફિલ્મને લઈને 2 વર્ષ પહેલા પ્લાનિંગ કરવામાં આવ્યું હતુ જે બાદ તે ફિલ્મની સ્ટોરી માટે બંગાળ, અને ત્રિપુરા પણ ફર્યા હતા. ફિલ્મ સંપૂર્ણ સ્ટોરી ફેક્ટ્સ પર આધારિત છે. તે સાથે તેમ પણ કહ્યું હતુ કે ફિલ્મ મમતા બેનર્જીનો કોઈ રોલ નથી પણ હા જે કેરેક્ટર ઉભુ કરવામાં આવ્યું છે તે તેમ હોઈ શકે છે. પણ ફિલ્મમાં એવુ કઈ જ નથી જે આપત્તી જનક હોય.
‘ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાળ’ના ડિરેક્ટર સનોજ મિશ્રાને 30 મેના રોજ પશ્ચિમ બંગાળના એમ્હર્સ્ટ સ્ટ્રીટ પીએસમાં પૂછપરછ માટે CrPCની કલમ 41A હેઠળ નોટિસ આપવામાં આવી છે. આ ફિલ્મને લઈને આઈપીસી, આઈટી એક્ટ અને સિનેમેટોગ્રાફી એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહેશે. નોટિસ અનુસાર ડિરેક્ટર વિરુદ્ધ કોલકાતા એમ્હર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં કલમ 120B ષડયંત્ર, 153A બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાનો પ્રયાસ, કલમ 501, 504, 505, 295A IPC સહિત 66D/84B ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સિનેમેટોગ્રાફર એક્ટ કેસ 1952 હેઠળ નોંધવામાં આવ્યો છે. એટલા માટે નિર્દેશકને પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
વસીમ રિઝવી ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્માણ નારાયણ સિંહે કર્યું છે. ‘ધ વેસ્ટ બંગાળ ડાયરીઝ’ દિગ્દર્શક સનોજ મિશ્રાએ લખી અને નિર્દેશિત કરી છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મના પબ્લિસિસ્ટ સંજય ભૂષણ પટિયાલા છે.