Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ

|

Aug 24, 2021 | 11:02 AM

ખૂબસૂરત એક્ટ્રેસ (Indian Actress) ની સગાઇ એક અફઘાની ક્રિકેટર (Afghanistan cricketer) સાથે આ વર્ષે ઓક્ટોબર માસમં થનારી છે. જો કે હવે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થીતીને લઇને તેમના આ સબંધો પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે.

Afghanistan: અફઘાનિસ્તાનના ક્રિકેટર સાથે આ સુંદર ભારતીય એક્ટ્રેસના સંબંધો પડ્યા મુશ્કેલીમાં, ઓક્ટોબરમાં થનાર હતી સગાઇ
Arshi KhanસAfghan crickete Logo

Follow us on

અફઘાનિસ્તાન (Afghanistan) માં હાલની સ્થિતીથી સૌ કોઇ વાકેફ છે. તાલિબાન (Taliban) ના કબ્જાની અસર ત્યાના જન જીવન પર પડી છે. અનેક લોકોએ આ દરમ્યાન દેશ છોડી દીધો છે, કેટલાકે દેશ છોડવાના પ્રયાસોમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અફઘાનિસ્તાનમાં થયેલા પરિવર્તનના આ માહોલની અસર ભારતીય ટેલીવિઝન વિભાગમાં કરનારી એકટ્રેસ આર્શી ખાન (Arshi Khan) પર પણ પડી છે. આ એ જ આર્શી ખાન છે કે, બિગ બોસની પાછળની સિઝનમાં ખૂબ ચર્ચાઓમાં રહી હતી.

ભારતીય ટેલીવિઝન ક્ષેત્રમાં કામ કરનારી અભિનેત્રી આર્શી ખાનનો ડર છે કે, અફઘાનિસ્તાનના ક્રિકેટરની સાથે તેનો સંબંધ તૂટી ના જાય. આર્શી ખાનની સગાઇ એક અફઘાની ક્રિકેટર સાથે આગામી ઓક્ટોબરમાં થનારી થનારી છે. જોકે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતી બાદ તેનો સંબંધ હવે મુશ્કેલ બન્યો છે.

અફઘાનિસ્તાનનો તે ક્રિકેટર કોણ છે ?

આર્શી ખાને અફઘાનિસ્તાન ક્રિકેટર કોણ છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. તેણે કહ્યું કે, યુવક તેના પિતાની પસંદગીનો છે. આર્શીએ કહ્યું, જેની સાથે આ વર્ષે ઓક્ટોબરમાં મારી સગાઈ થવાની છે તે મારા પિતાના મિત્રનો પુત્ર છે. જેને મારા પિતાએ જ પસંદ કર્યા છે. અમે એકબીજા સાથે વાતો પણ કરતા હતા. અમે સારા મિત્રો બની ગયા હતા. પરંતુ, હવે એવું લાગે છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ અમારો સંબંધ તૂટી જશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મુળ અફઘાનિસ્તાનથી, નાગરીકતા ભારતીય

31 વર્ષની અભિનેત્રીએ એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી. તેણે એમ પણ કહ્યું કે, તેમના પરિવારના તાર અફઘાનિસ્તાન સાથે જ જોડાયેલા છે. આર્શીએ કહ્યું, અમે અફઘાની પઠાણ છીએ. મારો પરિવાર યુસુફઝઈ એથનીક સમુદાયનો છે. મારા દાદાજી અફઘાનિસ્તાનથી ભારત આવ્યા હતા. તે ભોપાલમાં જેલર હતા. મારા મૂળીયા અફઘાનિસ્તાનમાં છે, પરંતુ નાગરિક તરીકે અમે ભારતના છીએ.

TV માં આર્શી ખાન

આર્શી ખાન સાવિત્રી દેવી કોલેજ અને હોસ્પિટલ, ઇશ્ક મેં માર્જાવાન અને વિષ જેવા ટીવી શોમાં જોવા મળી હતી. બિગ બોસ 14 માં દેખાયા પહેલા તે બિગ બોસ 11 નો હિસ્સો હતી. આર્શી બીજી વખત બિગ બોસ 14 માં આવી હતી. આર્શી ખાને આ રિયાલિટી શો માં ઘણી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને તેની ઉર્દૂ ભાષા વિશે, સલમાન ખાને પણ વખાણ્યા કર્યા હતા.

 

 આ પણ વાંચોઃ Afghanistan vs Pakistan વન ડે સિરીઝ આખરે ટાળી દેવાઇ, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતીને લઇને કરાયો નિર્ણય

આ પણ વાંચોઃ IND vs ENG: ત્રીજી ટેસ્ટ પહેલા જો રૂટે ઇંગ્લેન્ડને ચેતવણી આપતા કહ્યું, વિરાટની ટીમ આ રીતે રમશે

Next Article