ઈન્ટરનેશનલ ડિસેબિલિટી ડે અથવા ઈન્ટરનેશનલ ડે ઓફ પીપલ વિથ ડિસેબિલિટી, એ એક એવો દિવસ છે જેને યુનાઇટેડ નેશન્સ દ્વારા 1992થી પ્રમોટ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ ડિસેબિલિટી ડેનો ઉદ્દેશ્ય વિકલાંગતાથી પ્રભાવિત લોકોની સારી સમજણને પ્રોત્સાહિત કરવાનો છે. વિકલાંગ લોકોના અધિકારો, ગૌરવ અને કલ્યાણ વિશે લોકોને વધુ જાગૃત કરો. વિકલાંગતાના ઘણાં વિવિધ પ્રકારો છે, જે 21 શ્રેણીઓમાં આવી શકે છે. આમાં માનસિક બીમારી, બૌદ્ધિક વિકલાંગતા, સાંભળવાની ક્ષતિ, અંધત્વ અને વધુનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ડિસેબિલિટી ડેની ઉજવણી વિકલાંગતા સંબંધિત ચર્ચાઓ, સ્ટેજ પર્ફોમન્સ અને ઝુંબેશ યોજવા માટે થાય છે, અને સમુદાયોને તેમના સ્થાનિક વિસ્તારોમાં મીટિંગ, વાર્તાલાપ અને પ્રદર્શનનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
1992 થી દર વર્ષે ઘણા દેશોમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. તેવી જ રીતે કપિલ શર્મા શો પણ વર્લ્ડ ડિસેબિલિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી. દેશના જાણીતા કોમેડી શોમાં અમદવાદના દિવ્યાંગ ગ્રુપે વ્હીલચેર પર્ફોમન્સનો પ્રયાસ કર્યો. વર્લ્ડ ડિસેબિલિટી ડે છે ત્યારે શહેરના કોશિશ ઈનિશ્યેટિવ દ્વારા 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સને કપિલ શર્મા શોમાં પર્ફોમ કરવાની તક મળી હતી.
આ ગ્રુપના પદ્મનાભ સાહુ અને અંજલિ વાળા સહિત દિવ્યાંગજનોએ સાડા ત્રણ મિનિટનું પર્ફોમન્સ આપ્યું હતું, જે શોમાં રજૂ કર્યું હતું. આ દિવ્યાંગજનોએ બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કર્યો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ પર્ફોમન્સ જોઈને કાજોલ અને કપિલ શર્મા પણ ભાવુક થઈ ગયા હતા. એક દિવ્યાંગ દિકરા માટે માતાના સંઘર્ષની કહાની ડાન્સ થકી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી હતી.
વર્લ્ડ ડિસેબિલિટી ડે: અમદાવાદના 6 જેટલા દિવ્યાંગ યંગસ્ટર્સે ‘ધ કપિલ શર્મા શો’માં કર્યુ વ્હીલચેર પર્ફોમન્સ@KapilSharmaK9 @TheKapilSShow @SonyTV #TheKapilSharmaShow #WorldDisabilityDay #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/ozz0eZjLMD
— Tv9 Gujarati (@tv9gujarati) December 4, 2022
કોશિશના ફાઉન્ડર પૂર્વી કમલનયન ત્રિવેદીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો સમાજની મેઈન સ્ટ્રીમનો ભાગ છે તે અહેસાસ કરાવવાની તક મળી. ‘કોશિશ’ એક વિચાર છે દિવ્યાંગજનોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો. તેઓ ભલે શરીરથી દિવ્યાંગ છે પણ મનથી તો સો ગણા મક્કમ હોય છે. છેલ્લા 20 વર્ષમાં ત્રણ હજાર કરતા વધારે દિવ્યાંગોને ગરબા કરાવવાની વાત હોય, ફેશન શોનું આયોજન કર્યું હોય કે ફોરેન ટૂર કરાવી હોય કે પછી વિવિધ ગેમ્સ રમાડી હોય તેઓ અલગ નથી પણ આ સમાજની મેઈન સ્ટ્રીમનો જ અનિવાર્ય ભાગ છે તે અહેસાસ કરાવવાની મને તક મળી છે.
Published On - 9:46 pm, Sun, 4 December 22