The Kapil Sharma Show: શું જૂનમાં કપિલ શર્માનો શો બંધ થશે? હાસ્ય કલાકારે જણાવી આ વાત

The Kapil Sharma Show : છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો છે કે, કપિલ શર્મા શો બંધ થવા જઈ રહ્યો છે. હવે આ પર કપિલ શર્માની પ્રતિક્રિયા આવી છે. ચાલો જાણીએ કે તેણે શું કહ્યું.

The Kapil Sharma Show: શું જૂનમાં કપિલ શર્માનો શો બંધ થશે? હાસ્ય કલાકારે જણાવી આ વાત
The Kapil Sharma Show
| Edited By: | Updated on: Apr 18, 2023 | 3:02 PM

The Kapil Sharma Show : કપિલ શર્મા પોતાની શાનદાર કોમેડી અને બેસ્ટ સ્ટાઇલથી લોકોને ખૂબ હસાવે છે. તેના શો ધ કપિલ શર્મા શોની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. છેલ્લી ત્રણ સીઝનની જેમ આ શોની ચોથી સીઝનને પણ લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી આ સિઝન ઓફ એર હોવાના અહેવાલો ચર્ચામાં છે.

આ પણ વાંચો : The Kapil Sharma Show : સોનાલી બેન્દ્રે કપિલ શર્માથી નારાજ છે ? કહ્યું – આજ પહેલા…

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, કપિલ શર્મા શોની ચોથી સિઝન જૂનમાં બંધ થશે. આ સમાચાર સામે આવ્યા બાદ શોના ચાહકોના મનમાં આવા સવાલો ઉઠવા લાગ્યા હતા કે શું કપિલનો શો ખરેખર બંધ થઈ જશે. હવે આ અંગે કપિલનું નિવેદન આવ્યું છે.

કપિલે શું કહ્યું?

એક મીડિયાના સમાચાર મુજબ આ વખતે કપિલે કહ્યું છે કે, હજુ કંઈ ફાઈનલ નથી. તેને લાઈવ ટૂર માટે જુલાઈમાં યુએસએ જવાનું છે. કપિલે કહ્યું, અમે જોઈશું કે તે સમયે શું કરવું.

કપિલના નિવેદનથી સ્પષ્ટ છે કે તે જુલાઈમાં પ્રવાસ પર જવાનો છે. જો કે શો બંધ કરવા અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે શોના બંધ થવા વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે શો બંધ થયા પછી, તેના કલાકારો તેમના અન્ય પ્રોજેક્ટ્સ પૂર્ણ કરશે. ત્યારબાદ શો ફરી શરૂ થશે. જો કે કપિલના આ નિવેદને આ તમામ બાબતો પર હાલ પૂરતો વિરામ લગાવી દીધો છે.

શો હંમેશા રહે છે ચર્ચામાં

જો કે કપિલ શર્મા શો હંમેશા હેડલાઈન્સમાં રહે છે. કારણ કે દર અઠવાડિયે નવા ચહેરા મહેમાન તરીકે જોવા મળે છે. જો કે આ દિવસોમાં આ શો ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે તાજેતરમાં જ સલમાન ખાન તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની આખી ટીમ સાથે શોમાં પહોંચ્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…