સીતા બન્યાના 36 વર્ષ બાદ અયોધ્યા પહોંચી Dipika Chikhlia, શેર કર્યો ફોટો

રામાનંદ સાગરના ટીવી શો રામાયણમાં સીતાનો લીડ રોલ કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયા (Dipika Chikhlia) હાલમાં અયોધ્યા પહોંચી અને ત્યાં ભગવાન રામના દર્શન કર્યા. આ દરમિયાન તેણે એક ઝલક પણ શેર કરી છે.

સીતા બન્યાના 36 વર્ષ બાદ અયોધ્યા પહોંચી Dipika Chikhlia, શેર કર્યો ફોટો
Dipika Chikhlia
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 24, 2023 | 2:36 PM

એક્ટ્રેસ દીપિકા ચિખલિયાને (Dipika Chikhlia) લોકો ટીવીની સીતા તરીકે ઓળખે છે. રામાનંદ સાગરની રામાયણમાં સીતા માતાનો લીડ રોલ કરનાર એક્ટ્રેસનો લોકો આદર કરે છે અને તેની સાથે જોડાવવાનું પસંદ કરે છે. દીપિકા ચિખલિયા સોશિયલ મીડિયા દ્વારા પણ ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં દીપિકાએ અયોધ્યા પહોંચી હતી અને રામ લલ્લાના દર્શન કર્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસની ખુશીનો પાર ન રહ્યો. તે પહેલીવાર અયોધ્યાની પવિત્ર ભૂમિ પર પહોંચી અને મંદિરના ફોટા પણ શેર કર્યા.

વર્ષ 1987માં દીપિકા ચિખલિયા ટીવી સીરિયલ રામાયણ સાથે જોડાયેલી હતી, પરંતુ તેને અત્યાર સુધી અયોધ્યા જવાનો લાભ મળ્યો ન હતો. સીતાનું પાત્ર ભજવ્યાના 36 વર્ષ બાદ દીપિકા પહેલીવાર અયોધ્યા પહોંચી હતી અને આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. તસવીરોમાં તે પૂજા કરતી અને પૂજારી પાસેથી પ્રસાદ લેતી જોવા મળે છે. તેની એક ઝલક મેળવવા માટે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે.

(PC: Dipika Chikhlia Instagram)

અયોધ્યા પહોંચી દીપિકા ચિખલિયા

દીપિકાએ અયોધ્યા મુલાકાતની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ સાથે તેણે ફેોલ્ડેડ હેન્ડ સાથે કેપ્શનમાં લખ્યું છે કે મારી પહેલી અયોધ્યા મુલાકાત. પરંતુ એક્ટ્રેસે હજુ સુધી તેની મુલાકાતના વધુ ફોટા અને વીડિયો શેર કર્યા નથી. તમને જણાવી દઈએ કે અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને આજે પણ દર્શકો રામ અને સીતા માને છે અને આ બંને સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.

આ પણ વાંચો : ઈબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળી પલક તિવારી!, સૈફનો પુત્ર એક્ટ્રેસનું જેકેટ પકડેલો મળ્યો જોવા, જુઓ Video

આયુષ્માન ખુરાનાની ફિલ્મમાં જોવા મળી છે એક્ટ્રેસ

રામાનંદ સાગરના શોમાં સીતાનું પાત્ર દીપિકાના કરિયરનું સૌથી મોટું પાત્ર સાબિત થયું. એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું અને આજે પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે ભગવાન દાદા, ઘર સંસાર, ઘર કા ચિરાગ, ગાલિબ, નટસમ્રાટ અને ખુદાઈ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તે છેલ્લે આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરની ફિલ્મ બાલામાં જોવા મળી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:48 pm, Sun, 23 July 23