
Sheezan Khan Family Press Conference: તુનિષા શર્મા સુસાઈડ કેસમાં ઘણાં આરોપોનો સામનો કરી રહેલા શીઝાન ખાનના પરિવારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઘણાં સવાલોના જવાબ આપ્યા હતા. પરિવાર તરફથી નિવેદન આપતાં શીઝાનના વકીલે દાવો કર્યો હતો કે તુનીષાની માતા તેને કંટ્રોલ કરતી હતી. આ દરમિયાન પરિવારે તુનીષાની દરગાહની મુલાકાત અને હિજાબ પહેરવાને લઈને ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ પણ આપ્યા. આ દરમિયાન પરિવાર તરફથી તે આરોપોને પણ ફગાવી દેવામાં આવ્યા હતા, જેમાં તુનીષાના પરિવારે કહ્યું હતું કે તુનીષા શીઝાનને મોંઘી ગિફ્ટ આપતી હતી. પરિવાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તુનીષા પાસે જમવાના પૈસા પણ ન હતા.
શીઝાનની બહેન ફલક નાઝે કહ્યું કે તુનિષા સાથે મારો બહેનનો સંબંધ હતો, ભલે લોહીનો સંબંધ ન હતો. પરંતુ એક લાગણી હતી. ફલકે કહ્યું કે હું તુનીષાની એક મોટી બહેન જેવી હતી. ફલકે આગળ કહ્યું, અમે તેને (તુનીષાને) કોઈપણ કિંમત પર તકલીફમાં જોઈ શક્યા નથી… હિજાબ અને દરગાહનો તો સવાલ જ ઊભો થતો ન હતો. અમે જે ધર્મમાં માનીએ છીએ તે અમારી પર્સનલ વસ્તુ છે, તે અમારા પર્સનલ સ્પેશમાં થાય છે. અમે તેના માટે કોઈને ફોર્સ કરતા નથી અને ન તો એવો અમને હક છે કે અમે કોઈની પણ સાથે જબરદસ્તી કરીએ.
ફલકે વધુમાં કહ્યું, હિજાબ વાળો ફોટો જે દરેક જગ્યાએ છે તે શોનો છે… જ્યારે અમે (માયથોલોજિકલ સીરિયલ) કરીયે છે તો અમે પણ હિન્દી બોલીએ છીએ. શુદ્ધ હિન્દી બોલીયે છીએ. શીઝાનની બીજી બહેન શફક નાઝે કહ્યું કે અમે જ્યારે 12-13 કલાક એક કેરેક્ટરમાં રહીએ છીએ, તો એક આઉટફિટમાં રહીએ છીએ. તે નેચરલ છે કે અમે તે ભાષા બોલવા લાગીએ છીએ. તેણે કહ્યું કે કોઈ પણ ભાષાનો ધર્મ સાથે શું લેવા દેવા હોય. શફકે કહ્યું કે ભાષા બોલવાથી એ સાબિત થતું નથી કે ધર્મ પરિવર્તન થઈ ગયું છે.
શીઝાનની માતાએ કહ્યું કે તે કઈ દરગાહ અને કયા દિવસે ગઈ હતી? તુનીષાની માતાને સવાલ કરતાં તેણે કહ્યું કે જો તે દરગાહ પર ગઈ તો તેનો શું પુરાવો છે? કયા સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી છે? શીઝાને તુનિષાને થપ્પડ મારી, આ સવાલ પર તેણે કહ્યું કે જો શીઝાને તેને થપ્પડ મારી તો તેણે કેમ કંઈ ન કર્યું.